સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા પોતાના ગ્રાહકોને ઘણા ફાયદાઓ આપે છે. એવા ઘણા ગ્રાહકો છે જે કદાચ આ લાભો વિશે જાણતાં નથી. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમે કેવી રીતે 2 લાખના લાભ સાથે વાર્ષિક માત્ર 342 રૂપિયા ચૂકવીને 4 લાખ રૂપિયાનો વધારાનો લાભ મેળવી શકો. તો ચાલો જાણીએ...
જાણો 2 લાખ રૂપિયાનો લાભ મફતમાં કેવી રીતે મેળવવો: તમને જણાવી દઈએ કે આ સુવિધા જન ધન ખાતાનાં ગ્રાહકોને બેંક દ્વારા આપવામાં આવે છે. CBI (CENTRAL BANK OF INDIA) બેંક ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનો આકસ્મિક વીમા કવરની સુવિધા પૂરી પાડી રહી છે.
4 લાખ રૂપિયાનો લાભ લેવા માટે શું કરવું ?: 4 લાખ રૂપિયાનો લાભ લેવા માટે તમારે સરકારની બે યોજનાઓમાં રોકાણ કરવું પડશે. જેમાની પહેલી યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના (PJJBY) છે અને બીજી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PSBY) છે. આ યોજનાઓમાં રોકાણની રકમ ઘણી ઓછી છે.
PMJJBY માત્ર 330 રૂપિયાના વાર્ષિક હપ્તા પર 2 લાખનો લાભ: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. આ યોજના હેઠળ વ્યક્તિને લાઇફ કવર પણ આપવામાં આવે છે. જો વીમાધારક વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના પરીવારને 2 લાખ રૂપિયા મળે છે. આ રકમ તમારા બેંક ખાતામાંથી ECS દ્વારા લેવામા આવે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના: પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના ખૂબ જ ઓછા પ્રીમિયમમાં જીવન વીમો પૂરો પડે છે. આ યોજના કેન્દ્ર સરકારની એક યોજના છે જેના હેઠળ ખાતા ધારકને માત્ર 12 રૂપિયામાં 2 લાખનું વીમા કવર આપવામાં આવે છે.
અટલ પેન્શન યોજના: કેન્દ્ર સરકારે ઓછા રોકાણ પર પેન્શનની ગેરંટી માટે અટલ પેન્શન યોજના શરૂ કરી છે. અટલ પેન્શન યોજના હેઠળ સરકાર દર મહિને 1000 થી 5000 રૂપિયા પેન્શનની ગેરંટી આપે છે. સરકારની આ યોજનામાં 40 વર્ષ સુધીની વ્યક્તિ અરજી કરી શકે છે.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.