khissu

Ipl 2020 કોહલીની કપ્તાની ઇનિંગ્સના કારણે બેંગલોર ની જીત, આઈપીએલમાં ચેન્નાઈ નું સતત ખરાબ પ્રદર્શન

આજે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર એ ચેન્નાઇ સુપર કિંગ્સ ને 37 રનથી હરાવી દીધું છે. Ipl 2020 માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર નું સતત સારું તો ચેન્નઇ સુપરકિંગ્સ નું સતત ખરાબ પ્રદર્શન ચાલુ છે. ટાર્ગેટ ચેસ કરીને મેચ જીતવા માટે ઓળખાતી ધોનીની ટીમ આ વખતે સાતમાંથી પાંચ મેચ હારી ચૂકી છે. 

ટોસ જીતીને બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં જ લય માં ન જણાતો એરન ફિન્ચ દીપક ચાહર ની ઓવરમાં બોલ્ડ થયો હતો. પરંતુ વિરાટ કોહલીએ બાજી સંભાળી લીધી હતી. કોહલી એ અણનમ 52 બોલમાં ચાર સિક્સર અને ચાર ફોરની મદદથી 90 રન બનાવ્યા હતા. કેન્યા આક્રમક બેટિંગ ના કારણે જ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ૨૦ ઓવરમાં 169 રન બનાવી શકી.

જવાબમાં, શાનદાર ફોર્મ મા ચાલી રહેલ ચેન્નાઈના ઓપનર બેસ્ટમેનો ને વોશિંગ્ટન સુંદર એ પાવર પ્લે માં જ પેવેલિયન ભેગા કર્યા હતા. ત્યારબાદ મોરિસ ની સટીક બોલિંગના કારણે ચેન્નઈ નો એક પણ બેસ્ટ મેન ઝાઝો સ્કોર નોંધાવી શક્યો નહીં. અંબાતી રાયડૂએ 42 અને પોતાની પહેલી મેચ રમી રહેલા જગદીસને 33 રનનું યોગદાન આપ્યું. અને બેંગ્લોર તરફથી મોર વિશે ત્રણ અને સુંદર એ બે વિકેટ ઝડપી હતી.

Ipl 2020 માં આ ચેન્નઇ સુપરકિંગ નું સાતમી મેચમાં પાંચમો પરાજય છે. સતત ખરાબ પ્રદર્શનના કારણે ચેન્નાઇની ટીમ અત્યારે પોઇન્ટ ટેબલમાં માત્ર ચાર અંકલ સાથે 6 નંબર પર છે. અને આ જીત સાથે જ બેંગલોરની ટીમ ચોથા સ્થાન પર પહોંચી ગઇ છે. નવાઈની વાત એ છે કે ipl 2010 માં પણ ચેન્નઈ પહેલી 7 મેચમાં થી પાંચ મેચ હારી ગયું હતું. અને પછીથી ipl 2010 નું ચેમ્પિયન બન્યું હતું. તો આ વખતે શું થશે? તમને શું લાગે છે કોમેન્ટ માં જણાવો.