Ipl 2021 માં વિરાટ સેનાની વિજયી શરૂઆત હૈદરાબાદ ને 10 રન થી હરાવ્યું

Ipl 2021 માં વિરાટ સેનાની વિજયી શરૂઆત હૈદરાબાદ ને 10 રન થી હરાવ્યું

છેલ્લા કેટલાક વખતથી હંમેશા પોઇન્ટ ટેબલમાં નીચેની તરફ રહેતી રોયલ ચેલેન્જર્સ બેંગલોર એ ipl 2021 મા ધમાકેદાર શરૂઆત કરી છે. Ipl 2021 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ બંને ટીમો ની પહેલી મેચ હતી જેમાં બેંગલોરે બાજી મારતા હૈદરાબાદ ને 10 રનથી હરાવ્યું હતું.

હૈદરાબાદ નાં કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતી અને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પહેલી બેટિંગ કરવા ઉતરેલી બેંગલોરની ટીમે સારી શરૂઆત કરતા શરૂઆતી દોરમાં મેચ ઉપર પકડ બનાવવાનું શરૂ કરી દીધું. પહેલી 10 ઓવર સુધી એક પણ વિકેટ ગુમાવી ન હતી.

Ipl માં પોતાની પહેલી મેચ રમી રહેલા દેવદત્ત પલ્લીકલ એ શાનદાર 56 રન બનાવ્યા હતાં. છેલ્લી ઓવરોમાં એબી ડી વિલિયર્સ ની ઝડપી બેટિંગના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 163 બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી નટરાજન વિજયશંકર અને અભિષેક શર્માએ એક-એક વિકેટ લીધી હતી.

બીજા દાવમાં 164 રનનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદ ની ટીમ એ કેપ્ટન ડેવિડ વોર્નર ને જલ્દી ગુમાવી દીધા બાદ સારી રમતનું પ્રદર્શન કરતા એક સમયે 120 ફક્ત બે વિકેટના નુકસાન પર બનાવી લીધા હતા. પરંતુ બેંગ્લોરના બોલરોની ધારદાર બોલિંગના કારણે હૈદરાબાદ ની ઇન્ડીઝનો ધબડકો થયો. છેલ્લી આઠ વિકેટ ફક્ત ૩૨ રનમાં જ પડી ગઈ. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ જીતના હીરો રહ્યા યજુવેન્દ્ર ચહલ અને નવદીપ સૈની. યજુવેન્દ્ર ચહલે ત્રણ વિકેટ જ્યારે સૈનીએ બે વિકેટ લીધી. ચહલને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો.