khissu

IPL 2021: દીલ્હીનો સ્ટાર ખેલાડી કોરોનો પોજીટીવ, IPL માં રમશે કે નહીં? જાણો માહિતી વિગતવાર

આઈપીએલ 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન 09 એપ્રિલથી શરૂ થશે. આઈપીએલ (IPL) 2021 ની શરૂઆત પહેલા જ દિલ્હી કેપિટલ્સને મોટો આંચકો લાગ્યો હતો. સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી કે દિલ્હી ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના થય ગયો છે.  

દિલ્હી કેપિટલ્સ કેમ્પના એક સૂત્રએ એએનઆઈને કહ્યું, "દુર્ભાગ્યવશ, અક્ષર પટેલ કોરોના પરીક્ષણમાં પોજીટીવ જોવા મળ્યા છે. તેઓ કોરનટાઈન છે અને તમામ પ્રોટોકોલોને પાલન કરે છે."

દિલ્હી 10 એપ્રિલે પ્રથમ મેચ રમશે

મહત્વનું છે કે, દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2021 માં પ્રથમ મેચ 10 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમવાની છે. આ મેચ મુંબઇના વાંખડે સ્ટેડિયમ ખાતે રમાશે, પરંતુ આ મેચ અક્ષર પટેલ આ રમશે નહીં.  જો કે હવે આગામી બે દિવસમાં ફરી એકવાર તેમની કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો બે દિવસ બાદ તે કોરોના પરીક્ષણમાં નેગેટીવ જોવા મળશે તો તે આગળની મેચો રમી શકશે.

દિલ્હી કેપિટલ્સનો સંપૂર્ણ કાર્યક્રમ

10 એપ્રિલ, શનિવાર સાંજે 7.30 કલાકે મુંબઈ: ચેન્નઈ સુપર કિંગ્સ vs દિલ્હી કેપિટલ્સ

15 એપ્રિલ, ગુરુવાર, સાંજે 7.30 કલાકે મુંબઇ: રાજસ્થાન રોયલ્સ vs દિલ્હી કેપિટલ્સ

18 એપ્રિલ, રવિવાર, સાંજે 7.30 કલાકે મુંબઈ: દિલ્હી કેપિટલ્સ vs પંજાબ કિંગ્સ

20 એપ્રિલ, મંગળવાર, 7.30 કલાકે ચેન્નઈ: દિલ્હી કેપિટલ્સ vs મુંબઇ ઇન્ડિયન્સ

25 એપ્રિલ, રવિવાર, સાંજે 7.30 કલાકે ચેન્નઈ: સનરાઇઝર્સ હૈદરાબાદ vs દિલ્હી કેપિટલ્સ

27 એપ્રિલ, મંગળવાર, 7.30 કલાકે અમદાવાદ: દિલ્હી કેપિટલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

29 એપ્રિલ, ગુરુવાર, સાંજે 7.30 કલાકે અમદાવાદ: દિલ્હી કેપિટલ્સ vs કોલકાતા નાઈટ રાઇડર્સ

2 મે, રવિવાર, સાંજે 7.30 કલાકે અમદાવાદ: પંજાબ કિંગ્સ vs દિલ્હી કેપિટલ્સ

8 મે, શનિવાર બપોરે 3.30 કલાકે અમદાવાદ: દિલ્હી કેપિટલ્સ vs કોલકાતા નાઈટ રાઇડર્સ

11 મે, મંગળવાર, 7.30 કલાકે કોલકાતા: દિલ્હી કેપિટલ્સ vs રાજસ્થાન રોયલ્સ

14 મે, શુક્રવાર, સાંજે 7.30 કલાકે કોલકાતા: રોયલ ચેલેન્જર્સ બેંગલોર vs દિલ્હી કેપિટલ્સ

17 મે, સોમવારે બપોરે 3.30 કલાકે કોલકાતા: દિલ્હી કેપિટલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ

21 મે, શુક્રવાર, સાંજે 7.30 કલાકે કોલકાતા: દિલ્હી કેપિટલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ

23 મે, રવિવાર, બપોરે 3.30 કલાકે કોલકાતા: મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ

 

કિકેટને લગતી વધારે માહિતી માટે Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરો. આ માહિતી દરેક ક્રિકેટ પ્રેમી જાણી શકે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.