khissu

IPL 2021: વધુ એક ખેલાડી કોરોનો પોજીટીવ, બેગ્લોરની ટીમને મોટો ઝટકો

વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની ટીમને ઓપનર દેવદત્ત પડિક્કલ (કોવિડ 19 પોઝિટિવ) દ્વારા ફટકો પડ્યો છે. આ સીઝન આઈપીએલની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ મોટો ઝટકો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) તેની પ્રથમ મેચ 9 એપ્રિલે પાંચ વખતના આઈપીએલ (IPL) ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે રમવાનું છે.

પડિક્કલ ટૂર્નામેન્ટના એક અઠવાડિયા પહેલા કોરોના વાયરસ માટે સકારાત્મક પરીક્ષણ કરનારો ત્રીજો ક્રિકેટર છે. આ દરમિયાન કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમતા નીતીશ રાણાએ પણ કોવિડનો પોજીટીવ આવ્યો હતો, પરંતુ શનિવારે નેગેટિવ આવ્યા બાદ અન્ય તેણે લોકો સાથે પ્રેક્ટિસ શરૂ કરી હતી.

પડિક્કલ કોરોના થયો
દેવદત્ત પડિક્કલ કોરોના પોઝિટિવ આવ્યા પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પહેલી મેચમાં તેને રમવા મુશ્કેલ બન્યું છે. તમને જાણાવી દઈએ કે દેવદત્ત પડિક્કલ આ દિવસોમાં શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહ્યો છે. કર્ણાટક અને આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ઓપનર પડિક્કલ ખુબ સારા ફોર્મમાં છે. તેણે તાજેતરમાં વિજય હજારે ટ્રોફીની 7 મેચમાં 147 થી વધુની અવરેજથી 737 રન બનાવ્યા હતા.

ગયા આઈપીએલ સીઝનમાં પડિક્કલે ધમાકેદાર એન્ટ્રી કરી હતી
દેવદત્ત પડિક્કલ ગત આઈપીએલ સીઝનમાં વિસ્ફોટક અંદાજમાં એન્ટ્રી કરી હતી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. પડિક્કલને  કોરોના પોઝિટિવ પર આવ્યા પછી, તેણે પોતાને કોરનટાઈન કરી દીધો છે. 

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ અત્યાર સુધીમાં એક પણ વખત આઈપીએલ (IPL) નો ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી છે. ત્યાર પછી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ વર્ષે ગ્લેન મેક્સવેલ, કાયલ જેમિસન જેવા સ્ટાર્સ ક્રિકેટરોને ખરીદ્યા છે. દેવદત્ત પડિક્કલ પહેલા દિલ્હીની ટીમના સ્પિનર અક્ષર પટેલ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતાં.

આ માહિતી દરેક ક્રિકેટ પ્રેમી જાણી શકે તે માટે તમારા What’s App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.