શું સરકાર PM યોજના હેઠળ આધાર કાર્ડ પર 2% નાં વ્યાજ દરે લોન આપી રહી છે?  જાણો આ વાયરલ મેસેજનું સત્ય

શું સરકાર PM યોજના હેઠળ આધાર કાર્ડ પર 2% નાં વ્યાજ દરે લોન આપી રહી છે? જાણો આ વાયરલ મેસેજનું સત્ય

 કેન્દ્ર સરકાર દેશના દરેક વર્ગના લોકો માટે વિવિધ પ્રકારની સરકારી યોજનાઓ ચલાવે છે. આમાં સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના, PM આવાસ યોજના, PM જન ધન યોજના વગેરે જેવી યોજનાઓ ચલાવે છે. આ તમામ યોજનાનો હેતુ એ છે કે દેશના દરેક વર્ગને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે અને તે બધા જીવનમાં આગળ વધી શકે.

આ તમામ યોજનાઓનો લાભ દેશના કરોડો લોકો લઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર આધાર કાર્ડ પર માત્ર 2 ટકાના વ્યાજ દરે લોન આપી રહી છે.

આ સાથે સરકાર આ લોન પર 50 ટકા રકમ માફ કરશે. આ લોન મેસેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અમે તમને આ લોનના મેસેજની સત્યતા જણાવીએ છીએ. તો ચાલો જાણીએ મેસેજની સત્યતા વિશે-

આ છે વાયરલ મેસેજનું સત્ય-
વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર આધાર કાર્ડ પર લોકોને બે ટકાના વ્યાજ દરે લોન આપી રહી છે. આ સાથે લોનની રકમના 50 ટકા માફ કરવાની વાત પણ મેસેજમાં કહેવામાં આવી છે. આ વાયરલ મેસેજની સત્યતા જાણવા માટે ફેક્ટ-ચેક કરી રહેલા પીઆઈબીએ તેના સત્તાવાર ટ્વિટર પર ટ્વીટ કર્યું કે સરકાર આવી કોઈ લોન સ્કીમ ચલાવી રહી નથી. પીઆઈબીએ આવા વાયરલ મેસેજને સંપૂર્ણપણે નકલી ગણાવ્યો છે.

PIBએ કહ્યું, 'શું તમને PM સ્કીમ હેઠળ આધાર કાર્ડથી લોન આપવામાં આવી રહી હોવાના મેસેજ પણ મળી રહ્યા છે? આ મેસેજ ફેક છે. આ છેતરપિંડીનો પ્રયાસ હોઈ શકે છે.આવા ફેક મેસેજ શેર કરશો નહીં.'