શું સરકાર તમારા What's App કોલ અને મેસેજ રેકોર્ડ કરી રહી છે? જાણો વાયરલ થઈ રહેલા મેસેજ ની સાચી માહિતી, ત્રણ લાલ ટીકનો શું મતલબ?

શું સરકાર તમારા What's App કોલ અને મેસેજ રેકોર્ડ કરી રહી છે? જાણો વાયરલ થઈ રહેલા મેસેજ ની સાચી માહિતી, ત્રણ લાલ ટીકનો શું મતલબ?

ભારતમાં ઘણા લોકો વોટ્સ એપ નો ઉપયોગ કરતા હશે. ભાગ્યે જ કોઈક એવું હશે જે ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ What's app નો ઉપયોગ નહિ કરતું હોય. વોટ્સ એપ ગ્રુપમાં ઘણા ફેંક મેસેજ વાયરલ થતાં હોય છે. ફેંક ન્યુઝ પર આટલું નિયંત્રણ હોવા છતાં વોટ્સ એપ પર સતત ફેંક ન્યુઝ શેર કરવામાં આવે છે. તેવી જ રીતે એક મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મેસેજિંગ પ્લેટફોર્મ એ નવી ટિક સિસ્ટમ બહાર પાડી છે. જેમાં ત્રણ લાલ ટિક નો મતલબ છે કે સરકારે આ મેસેજ વિરુધ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તમને કોર્ટમાં સમન્સ મળશે. સાથે જ વાદળી અને લાલ ટિક નો મતલબ છે કે સરકાર તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. ત્રણ વાદળી ટિકનો મતલબ છે કે સરકાર તમારા મેસેજની નોંધ લઈ રહી છે અને એક વાદળી અને લાલ ટિક નો મતલબ છે કે સરકાર તમારા ડેટા ની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ ફેક ન્યુઝ છે અને તમે આવા ફેક મેસેજમાં શેર ન કરતા.

આ પણ વાંચો: કેન્દ્ર સરકાર ને સુપ્રીમ કોર્ટની વધુ એક ફટકાર: ડેથ સર્ટિફિકેટ માં કોરોનાથી મૃત્યુ કેમ નથી લખતા? 10 દિવસમાં માંગ્યો જવાબ

વોટ્સ એપ પર ત્રણ લાલ ટિક વાળો મેસેજ ખોટો છે.

ભારત સરકાર યુઝર્સને પણ આવા ખોટા મેસેજ થી સાવધ રહેવા કહ્યું છે. PIB ફેકટ ચેક યુઝર્સને ચેતવણી આપવા માટે આ સમાચાર ની હકીકતની તપાસ ટ્વીટ પર શેર કરી છે. જેમાં લખ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ત્રણ ટિકનો મેસેજ તદ્દન ખોટો છે. સરકાર આવું કશું જ નથી કરી રહી.

ત્રણ ટિક વાળો મેસેજ Forwarded Many Times ના લેબલથી આવે છે અને દાવો કરે છે કે 26મે નાં નવા આઇટી નિયમો લાગુ થયા પછી વોટ્સ એપે નવા નિયમો લાગુ કર્યા છે. મેસેજ માં લખ્યું છે કે નવા નિયમ મુજબ તમામ કોલ રેકોર્ડ કરવામાં આવશે અને સોશિયલ મીડિયા નાં તમામ એકાઉન્ટ જેવા કે ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ વગેરે પર ભારત સરકાર ની નજર રહેશે. જો કોઈ What's app યુઝર કોઈ ખોટો મેસેજ શેર કરે અથવા ધાર્મિક મુદ્દાની વિરૂદ્ધ મેસેજ કરે છે તો તે યુઝર ની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો: SBI અને BOB ના ખાતાધારકો માટે ખુશખબરી: SBI અને BOB એ પોતાના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સુવિધા બહાર પાડી, હવે ઘરે બેઠાં જ મળશે આ સુવિધાઓનો લાભ

ફેક મેસેજમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તમામ વોટ્સ એપ યુઝર્સનાં ઉપકરણ મંત્રાલય સિસ્ટમ સાથે જોડાયેલા હશે. જેની માટે નવી ટિક સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેથી યુઝર્સને જાણ થશે કે સરકાર તેમના મેસેજ પર નજર રાખી રહી છે કે નહિ. What's app એ આવું કોઈ ફીચર લોન્ચ કર્યું નથી. કંપનીના પ્લેટફોર્મ પર જે ટિકની સિસ્ટમ હતી તે જ રહેશે. એક ટીકનો અર્થ છે કે મેસેજ ગયો છે. બે ટીકનો મતલબ મેસેજ ડિલિવર થઈ ગયો છે. બે વાદળી ટીકનો મતલબ છે કે મેસેજ વંચાય ચૂક્યો છે.