વેક્સિન સર્ટિફિકેટમાં નામ, જન્મ તારીખ અને જાતિમાં ભૂલ છે? તો જાતે જ કરો આ રીતે સુધારો

વેક્સિન સર્ટિફિકેટમાં નામ, જન્મ તારીખ અને જાતિમાં ભૂલ છે? તો જાતે જ કરો આ રીતે સુધારો

હાલ દેશભરમાં કોરોના મહામારીને ટાળવા વેક્સિનેશન ચાલી રહ્યું છે. જેમાં હવે ખૂબ ગતિથી કામ ચાલી રહ્યું છે. પહેલા તો વેક્સિનેશન માટે ગમે ત્યારે અને ગમે તેટલાં લોકો જઈ શકતા હતા પરંતુ હવે વેક્સિન લગાવવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.

હવે એવાં ઘણાં બનાવો સામે આવે છે કે રજિસ્ટ્રેશન વખતે ભૂલથી ખોટી માહિતી ભરાઈ ગઈ હોય અને વેક્સિનેશન સર્ટિફિકેટ પર ખોટી વિગત એવી રહી છે. ત્યારે હવે તમને જણાવીએ કે covin પોર્ટલ પર જઈને આ માહિતીને સુધારી શકાય છે.

કોરોના વેક્સિનેશન લગાવવા માટે કોવિડ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય છે પણ તે સમયે તમારું નામ, જન્મતિથિ અને જેન્ડર વગેરે જેવી વિગતો ભરવાની હોય છે અને આ વિગતો જો તમારાથી ભૂલથી ખોટી ભરાઈ જાય તો વેક્સિનેશન સર્ટિફિકેટ પર પણ આ વિગતો ખોટી આવે છે ત્યારે હવે covin પોર્ટલમાં ખોટી વિગતો ને કેવી રીતે સુધારી શકાય તે વિશે જાણીએ.

સૌપ્રથમ covin પોર્ટલ પર જાવ અને તમારો મોબાઈલ નંબર નાંખીને લોગીન કરો. ત્યાર પછી એકાઉન્ટ નીચે Raise an Issue પર ક્લિક કરો. ત્યારબાદ મેમ્બર્સ નું નામ સિલેક્ટ કર્યા પછી correction in certificateને સિલેક્ટ કરો. ત્યાર પછી નીચે નામ, જન્મનું વર્ષ અને જેન્ડરનો ઓપ્શન આવી જશે જેમાં તમે તમારી યોગ્ય વિગતો ભરી શકો છો.

આમ જો તમારાથી વેક્સિનના રજીસ્ટ્રેશન દરમિયાન ભૂલ થઈ ગઈ છે. તમે વેક્સિન પણ લગાવી દીધી છે અને વેક્સિનેશન સર્ટિફિકેટમાં ખોટી વિગતો આવી ગઈ છે ત્યારે તમે covin પોર્ટલ પર જઇને આ વિગતો સુધારી શકો છો અને ફરીથી નવું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો.

મિત્રો, સોશ્યલ મીડિયા પર તમે તમારું વેક્સિનેશન સર્ટિફિકેટ ને શેર ન કરશો કેમકે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરવાવાળી સંસ્થા સાયબર મિત્રએ ટ્વિટ કરીને લોકોને સોશિયલ મીડિયા પર વેક્સિનેશન સર્ટિફિકેટ શેર ન કરવાની સલાહ આપી છે. સાયબર મિત્રએ ટ્વિટ કરીને કહ્યું કે, કોરોના વેક્સિન સર્ટિફિકેટમાં નામ, ઉંમર, લિંગ અને આવતા ડોઝની તારીખ સહિત ઘણી માહિતી સામેલ હોય છે. આ જાણકારીને સોશિયલ મીડિયા પર શેર કરવું મોંઘુ પડી શકે છે. તમારી જાણકારીનો ઉપયોગ કરીને સાયબર ઠગો તમારી સાથે છેતરપિંડી કરી શકે છે.

મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ ઉપયોગી માહિતી વિશે જણાવતા રહીએ.