Ipl 2020 ના કોમેન્ટેટર અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડીન જોંસ (dean jones) નું મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટ ના કારણે મોત થઈ ગયું. તેઓ ખાલી કોમેન્ટેટર જ નહીં પરંતુ તેમના જમાનાનાં વન-ડે ક્રિકેટના ખુબ જ આક્રમક ખેલાડી હતા. તેમણે એક મેચમાં કોમેન્ટ્રી કરતા એક ખેલાડીને આંતકવાદી કરી દીધો હતો. ત્યાર પછી ઘણો વિવાદ થયો હતો તો ચાલો જોઈએ એ ઘટના.
વર્ષ 2006માં તેઓ સાઉથ આફ્રિકા બનામ શ્રીલંકાની ટેસ્ટ મેચની કોમેન્ટ્રી કરી રહ્યા હતા. ત્યારે સાઉથ આફ્રિકન ક્રિકેટર હાશીમ અમલાએ કુમાર સંગાકારાનો કેચ પકડીને આઉટ કર્યો હતો. ત્યારે તેમણે અમલા ને તેની દાઢી ના કારણે ટેરેરિસ્ટ એટલે કે આંતકવાદી કહ્યો હતો. કોમેન્ટ્રી કરતાં કહ્યું હતું કે ' teresist has got another wicket'.
આ કારણે ખુબ જ વિવાદ થયો હતો. અને તેમને કોમેન્ટ્રી માંથી કાઢી મૂકવામાં આવ્યા. પરંતુ એ વખતે એમને એવું લાગ્યું હતું કે ટીવી ઉપર એડ બ્રેક ચાલુ હશે. શ્રીલંકામાં તો એડ બ્રેક ચાલુ હતો પરંતુ સાઉથ આફ્રિકાની ટીવી ચેનલમાં એ વખતે બ્રેક ચાલુ ન હતો. જેના કારણે આ શબ્દો લાઇવ ટેલિકાસ્ટ થઈ ગયા અને હોબાળો મચી ગયો. આ વિવાદ વિવાદના કારણે તેમને પાંચ વર્ષ સુધી કોઇ જ કામ મળ્યું ન હતું.