શું તમારે જન ધન ખાતું છે? જાણી લો આ મહત્વની અને અજાણી માહિતી

પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા લોકોને સસ્તામાં ફાઈનાન્સિયલ સર્વિસ, બેન્કિંગ બચત અને જમા ખાતા, ક્રેડિટ ખાતા, વીમા તથા પેન્શનને પોસાય તેવી રીતે સુનિશ્ચિત કરવા માટે નાણાકીય સમાવેશ માટેની રાષ્ટ્રીય મિશન યોજના છે. આ યોજના હેઠળ કોઇ અન્ય ખાતું ન હોય તેવી વ્યક્તિઓ દ્વારા કોઈપણ બેંક શાખા અથવા બેંક મિત્ર દ્વારા ઝીરો બેલેન્સથી ખાતું ખોલી શકાય છે.

દોસ્તો આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરવામાં આવી હતી અને ત્યારે ખાતું ખોલાવનારને 1 લાખનું એક્સિડન્ટ વિમા કવર આપવામાં આવતું હતું પરંતુ ત્યારબાદ 2018માં તેમાં ફેરફાર કરી નાખવામાં આવ્યું અને 2 લાખનું એક્સિડન્ટ વીમા કવર કરી નાખવામાં આવ્યું.

આ ઉપરાંત આ યોજના અંતર્ગત ખાતું ખોલાવનારને 

- Rupay ATM કાર્ડ 
- 30,000 રૂપિયાનું જીવન વીમા કવર
- જમા રકમ પર વ્યાજ વગેરે મળે છે.

 જો મિત્રો તમે છ મહિના સુધી સંતોષજનક લેવડ-દેવડ કરો છો તો તમને 10,000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળવાપાત્ર છે.

મિત્રો આ જનધન ખાતુ તમે કોઈપણ બેંકમાં જઈને ખોલાવી શકો છો. ત્યાં જઈને તમને એક ફોર્મ ભરવા આપશે. જેમાં તમારી સંપૂર્ણ વિગતો ભરી પરત આપવાનું રહેશે. આ ઉપરાંત તમે કોઈ બેંક મિત્ર અથવા વ્યવસાય પ્રતિનિધિ મારફતે પણ ખાતું ખોલાવી શકો છો.

ફોર્મ સાથે આપવાના ડોક્યુમેન્ટ:
- આધારકાર્ડ
(જો આધાર કાર્ડમાં સરનામું અલગ હોય તો હાલના સરનામા વાળું પ્રમાણપત્ર આપવાનું રહેશે.)

- જો આધાર કાર્ડ ન હોય તો 

- મતદાર ઓળખપત્ર 

- ડ્રાઇવિંગ લાઇસન્સ 

- પાનકાર્ડ પાસપોર્ટ 

- નરેગા કાર્ડ

- જો આ દસ્તાવેજો પણ ન હોય તો બેંક દ્વારા ઓછા જોખમ વાળા વર્ગ માટે ગેઝેટેડ અધિકારી દ્વારા જારી કરેલ પત્ર જેમાં વ્યક્તિનો ફોટો પણ પ્રમાણિત કરેલ હોય એવા કોઈપણ દસ્તાવેજથી ખાતું ખોલાવી શકે છે.

તમારુ જુનું બેન્ક એકાઉન્ટ હોય અને તમારે તેને જન ધન ખાતામાં ફેરવવું હોય તો બેન્કમાં ચકાસણી કરીને ફેરવી શકો છો. આ ઉપરાંત જો આગામી સમયમાં જન ધન ખાતાને ફેરવીને સેવિંગ (નોર્મલ) એકાઉન્ટમાં ફેરવવું હોય તો પણ તમે ફેરવી શકો છો.

દોસ્તો વધુ માહિતી જાણવા ઉપરનો વિડિયો જોઈ શકો છો.