ભાઈ મુકેશ કાકા જેવું કોઈ ન કરી શકે... 2 વર્ષ સુધી આ સુવિધા ફ્રી ફ્રી ફ્રી..

ભાઈ મુકેશ કાકા જેવું કોઈ ન કરી શકે... 2 વર્ષ સુધી આ સુવિધા ફ્રી ફ્રી ફ્રી..

રિલાયન્સ જિયોએ વર્ષના બીજા અઠવાડિયામાં પોતાના ગ્રાહકો માટે એક મોટી ઓફર રજૂ કરી છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની, Jio હવે તેના Jio Air Fiber અને Jio Fiber વપરાશકર્તાઓને YouTube Premium નું બે વર્ષનું સબ્સ્ક્રિપ્શન મફતમાં આપવા જઈ રહી છે.  આનો અર્થ એ છે કે, જો તમે Jio Air Fiber અથવા Jio Fiber વપરાશકર્તા છો, તો તમે આગામી 24 મહિના સુધી કોઈપણ જાહેરાત વિના YouTube પર વિડિઓઝ જોઈ શકશો.

Jio એ કરોડો વપરાશકર્તાઓને મજા આપી
૪૯ કરોડ વપરાશકર્તાઓ સાથે નંબર વન ટેલિકોમ કંપની તેના જિયો એર ફાઇબર અને જિયો ફાઇબર વપરાશકર્તાઓને બે વર્ષ માટે યુટ્યુબનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ઓફર કરી રહી છે.  મતલબ કે, જો તમે Jio Air Fiber અથવા Jio Fiber યુઝર છો, તો હવે તમે આખા 24 મહિના સુધી YouTube પર જાહેરાતો વિના વિડિઓઝ સ્ટ્રીમ કરી શકશો.

કયા પ્લાનમાં મળેશે આ ઓફર?
આ ઓફર 888 રૂપિયા, 1199 રૂપિયા, 1499 રૂપિયા, 2400 રૂપિયા અને 3499 રૂપિયાવાળા પ્લાન્સ પર ઉપલબ્ધ છે. જો તમે આમાંથી કોઈ પણ પ્લાન લો છો તો તમને યૂટ્યૂબ પ્રીમિયમનું 24 મહીનાનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. આ ઓફર 11 જાન્યુઆરીથી શરૂ થઈ છે.

કેવી રીતે એક્ટિવ કરશો આ ઓફર?
આ ઓફરને એક્ટિવ કરવા માટે તમારે MyJio એપમાં જવાનું રહેશે. જ્યાં તમને YouTube Premium નું બેનર મળશે. તેના પર ક્લિક કરીને અને પોતાના યૂટ્યૂબ એકાઉન્ટથી લોગઈન કરીને તમે આ ઓફરનો લાભ ઉઠાવી શકો છો. આ સર્વિસ જિયોના સેટ ટોપ બોક્સ સહિત તમામ ડિવાઈસો પર એક્સેસ કરી શકાય છે.