Jio નો ધમાકેદાર પ્લાન: માત્ર ૧ રૂપિયામાં મળશે ૩૦ દિવસની વૈલીડીટી

Jio નો ધમાકેદાર પ્લાન: માત્ર ૧ રૂપિયામાં મળશે ૩૦ દિવસની વૈલીડીટી

Jio એ દેશનો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો, એક રૂપિયામાં 30 દિવસની વેલિડિટી. 1 રૂપિયાનો રિચાર્જ પ્લાન 30 દિવસની વેલિડિટી ધરાવે છે અને 100 MB ડેટા ઓફર કરે છે. 100 MB પછી, ગ્રાહકને 64 Kbpsની ઇન્ટરનેટ બ્રાઉઝિંગ સ્પીડ મળશે.

Jio એ દેશમાં સૌથી સસ્તો પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આમાં ગ્રાહકને એક રૂપિયામાં 30 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાન ખાસ કરીને ઓછા અને મર્યાદિત ડેટાનો ઉપયોગ કરતા લોકો માટે ઉત્તમ અને સસ્તું છે. આ રિચાર્જ પ્લાન હાલમાં MyJio એપ પર ઉપલબ્ધ છે પરંતુ વેબસાઇટ પર નહીં.

Jioનો એક રૂપિયાનો પ્રીપેડ પ્લાન
ટેલિકોમ ટોકના રિપોર્ટ અનુસાર, Jioના 1 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે અને તેમાં 100 MB ડેટા ઉપલબ્ધ છે. એકવાર આ 100 MB ડેટાનો ઉપયોગ થઈ જાય પછી ગ્રાહકને 64 Kbpsની ઈન્ટરનેટ બ્રાઉઝિંગ સ્પીડ મળશે.

Jioનો આ પ્લાન MyJio એપ પર અન્ય પ્લાનના વેલ્યુ સેક્શન પર મળી શકે છે. ટેલિકોમટૉકના એક રિપોર્ટ અનુસાર, જો આ પ્લાનનો ઉપયોગ કર્યા પછી 10 વખત રિચાર્જ કરવામાં આવે છે, તો યુઝરને હાઇ સ્પીડ સાથે 1GB ડેટા મળશે, જે હાલમાં 1GB ડેટાના 15 રૂપિયા પ્રતિ મહિનાના પ્લાન કરતાં સસ્તો હશે.

jio નો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન
આ સમયે, Jio સિવાય, દેશમાં અન્ય કોઈ નેટવર્ક આટલો સસ્તો પ્રીપેડ રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યું નથી. નોંધનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં જિયોએ તેના 119 પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં સુધારો કર્યો હતો અને હવે તેમાં દરરોજ 1.5GB હાઇ-સ્પીડ ડેટા અને અમર્યાદિત વૉઇસ કૉલ્સ સાથે 300 SMSનો સમાવેશ થાય છે.
આ વાસ્તવમાં રૂ. 98ના પ્લાનમાં ફેરફાર છે, જેમાં બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હતી. ફરક માત્ર એટલો છે કે 119 રૂપિયાના પ્લાનમાં 14 દિવસની વેલિડિટી મળે છે, જ્યારે 98 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની હતી.