khissu

Jio નો દિવાળી પહેલા મોટો ધમાકો, દરરોજ 10 રૂપિયા ખર્ચમાં મળશે 2GB ડેટા

રિલાયન્સ જિયો દેશની નંબર એક ટેલીકોમ કંપની છે. જિયોની પાસે આ સમયે એરટેલ, વીઆઈ  અને BSNL ની તુલનામાં વધુ યુઝર્સ છે. પોતાના 49 કરોડ યુઝર્સ માટે જિયો અનેક પ્રકારના રિચાર્જ પ્લાન્સ ઓફર કરે છે. કંપનીની પાસે સસ્તા અને મોંઘા બંને પ્રકારના પ્લાન્સ છે. જિયોના કેટલાક એવા પ્લાન્સ પણ છે, જેમાં તમે ઓછી કિંમતમાં વધુ ફાયદા લઈ શકો છો.

જો તમે પણ રિલાયન્સ જિયોના સિમનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. જિયો પાસે એક એવો પ્લાન છે જેમાં દરરોજ માત્ર 10 રૂપિયાનો ખર્ચ કરી 2જીબી ડેટા મળે છે. એટલું જ નહીં તમને વધુ ડેટા સાથે વધુ વેલિડિટી મળે છે. જો તમે પણ આવો પ્લાન શોધી રહ્યાં છો તો તમને અમે માહિતી આપીશું.

જિયોએ રજૂ કર્યો નવો પ્લાન
તમને જણાવી દઈએ કે જિયોએ આ નવો રિચાર્જ પ્લાન્સ જુલાઈમાં ટેરિફમાં વધારા બાદ પોતાના લિસ્ટમાં સામેલ કર્યો છે. તેવામાં આ તેવા યુઝર્સ માટે રાહત લઈને આવ્યો છે જે મોંઘા પ્લાન્સથી પરેશાન છે. આવો તમને આ પ્લાન વિશે જણાવીએ

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

Reliance Jio ના જે પ્લાનની અમે વાત કરી રહ્યાં છીએ તે 999 રૂપિયામાં આવે છે. તેમાં કંપની 98 દિવસની વેલિડિટી આપે છે. આ રીતે તમને 100 દિવસ સુધી રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. તમે 98 દિવસ સુધી અનલિમિટેડ ડેટા અને કોલિંગનો ફાયદો ઉઠાવી શકો છો.

જિયોનો આ પ્લાન તે યુઝર્સને સૌથી મોટી રાહત આપે છે, જેને વધુ ઈન્ટરનેટની જરૂર પડે છે. તમને આ પ્લાનમાં કુલ 196GB ડેટા મળે છે. એટલે કે તમે દરરોજ 2જીબી હાઈ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો. પ્લાનમાં તમને દરરોજ 100 એસએમએસ ફ્રી મળશે. આ સિવાય તમે અનલિમિટેડ 5જી ડેટાનો લાભ પણ ઉઠાવી શકો છો. તે માટે તમારા વિસ્તારમાં 5જી કનેક્ટિવિટી હોવી જરૂરી છે.

જો તમે ઓટીટી સ્ટ્રીમિંગ કરો છો તો આ પ્લાન ખુબ પસંદ પડવાનો છે. તેમાં તમને જિયો સિનેમાનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે, જે તમારા ઓટીટી ખર્ચને ઘટાડે છે. આ સિવાય તમે જિયો ટીવી અને જિયો ક્લાઉડની મજા પણ માણી શકો છો