નમસ્તે વિદ્યાર્થીમિત્રો,
5 સપ્ટેમ્બર 2020 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જે જાહેરાત અંતર્ગત આગામી પાંચ મહિનામાં ૨૦,૦૦૦ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે જણાવ્યું હતું કે રાજ્યમાં અટકેલી ભરતી પ્રક્રિયાઓ છે એને પણ પૂર્ણ કરવામાં આવશે, જે ભરતી પ્રક્રિયાની પ્રાથમિક કસોટીઓ પૂર્ણ થઈ ચૂકી છે એ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે અને વિદ્યાર્થીઓ ને સીધા નિમણૂક પત્રો મોકલવામાં આવશે.
વર્ષ 2018 નો અટકેલો પરિપત્ર ( અનામત બાબતેે ) પણ હાઇકોર્ટે રદ કર્યો છે એટલે આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે, સાથે GPSC ના ચેરમેને પણ જાહેરાત કરી હતી કે યોગ્ય સમયે પરીક્ષા આવશે.
કઈ કઈ વિભાગ માં ભરતી થઈ શકે છે?
- GPSC માં
- ગૌણ સેવા વિભાગ
- પંચાયત બોર્ડ માં ભરતી / Tet Tat ની ભરતી
- વગેરે...