જોબ જાણકારી: ઇન્ડિયન નૌકા દળ માં 1159 જગ્યા પર ભરતી

જોબ જાણકારી: ઇન્ડિયન નૌકા દળ માં 1159 જગ્યા પર ભરતી

ભારતીય નૌકા દળમાં જોડાવાની તૈયારી કરી રહેલા યુવાનો માટે મહત્વના સમાચાર :- 

ઇન્ડિયન નેવીમાં વિવિધ ટ્રેડમાં ટ્રેડ્સમેન માટેની કુલ 1159 જગ્યાઓની ભરતી માટે નૌસેના દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભારતીય નૌકાદળમાં ટ્રેડ્સમેન માટેની જગ્યાઓ પર ભરતી ભારતીય નૌકાદળના "નાગરિક પ્રવેશ પરીક્ષણ" (INCET-TMM-01/2021) દ્વારા થવાની છે.  

કુલ કેટલી જગ્યા : 1159 

ઉંમર : 18 થી 25 વર્ષ 

ચલણ :-

SC/ST/વિકલાંગ/એક્સ સર્વિસમેનસ્ત્રી માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.205/-

અગત્યની તારીખો 

ફોર્મ શરુ થવાવાની તા. : 22/02/2021 (10 વાગ્યાથી)
છેલ્લી તારીખ. : 07/03/2021 (17 કલાક સુધી)

જરૂરી ડૉક્યુમેન્ટ 

- ફોટો/સહી 

- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ 

- આધાર કાર્ડ 

- જાતિ અંગેનો દાખલો 

- મોબાઈલ નંબર 

- ઈમેઈલ ID 

18 થી 25 વર્ષની વયની અને માન્યતા પ્રાપ્ત ITI તાલીમ સંસ્થા (આઈટીઆઈ) ની સાથે વર્ગ 10 પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો ટ્રેડ્સમેન ના પદ પર અરજી કરી શકશે.

અરજી કઈ રીતે કરી શકશો ?

1) ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે વેબસાઇટ - www.joinindiannavy.gov.in 

2) oinnevy પર ક્લિક કરો ત્યારબાદ જોઈન civilians પર ક્લિક કરો અને TMM ટ્રેડસમેન મેટ પર ક્લિક કરો.

3) તે પેજમાં વિગતો રજીસ્ટર કરો.

4) તમારી લાયકાત, ઉંમર વગેરે પ્રમાણપત્રો અપલોડ કરો અને ભરેલા ફોર્મની પ્રિન્ટ જરૂર લઈ લેવી.

5) ઉમેદવારે વ્યક્તિગત રીતે અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લઈ લેવું. પ્રવેશ કાર્ડનું એક પ્રિન્ટ આઉટ સ્થળ પર લાવવાનું રહેશે, નિષ્ફળ થનાર ઉમેદવારને પરીક્ષા માટે હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.


નોંધ: જો ઉમેદવારે ઓનલાઇન અરજી ફોર્મ ભરી ફાઈનલ સબમિટ આપ્યા બાદ અથવા તો જરૂરી દસ્તાવેજો અપલોડ કરવામાં કોઈ ભૂલ કરે છે. તો તેમાં સુધારો થઇ શકશે નહિ.

આ માહિતી દરેક વિદ્યાર્થી મિત્રો જાણી શકે તે માટે શેર કરો.