લાખો લોકો સરકારી નોકરી પાછળ દોડી રહ્યા છે કેમકે છેજ એવી નોકરી જો એક વાર લાગી ગઈ તો પછી આખી જિંદગી ટેન્શન ફ્રી થઈ જઈએ. પરંતુ સરકારી નોકરી મળવી સહેલી પણ નથી. જેવી રીતે આપણા દેશમાં મોદીજી આવ્યા દેશ બદલાઈ રહ્યો છે હવે જેમ તેમ નોકરી મળવી નામુંકિંમ છે. ખૂબ મહેનત કરીને લાખો લોકોની વચ્ચે પરીક્ષા પાસ કરવી પડે છે ત્યારે છેક નોકરી મળે. પરંતુ હવે થઈ જાઓ તૈયાર વગર પરીક્ષા એ રેલવે લાવી રહ્યું છે એપ્રેન્ટીસ ભરતી.
જી હા મિત્રો, જો તમે ધોરણ 10 પાસ કર્યું છે તો તમારા માટે રેલવે લાવી રહ્યું છે એપ્રેન્ટીસ ભરતી. સાઉથ વેસ્ટર્ન રેલવે દ્વારા એપ્રેન્ટીસ પદો પર ભરતી માટે કોઈપણ બોર્ડમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ધોરણ 10 પાસ હોવા જરૂરી છે.
આ માટે તમારે RRC હુબલી ની વેબસાઈટ rrchubli.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. રેલવે દ્વારા આ એપ્રેન્ટીસની ભરતી માટે 1004 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા યોજાશે.
પદોની સંખ્યા :
કૈરેજ રિપેર વર્કશોપ, હુબલી - 217
હુબલી - 287
બેંગલુરુ ડિવિઝન - 280
મૈસુર ડિવિઝન - 177
સેન્ટ્રલ વર્કશોપ, મૈસુર - 43
વય મર્યાદા -
એપ્રેન્ટીસ પદો પર આવેદન માટે વધુમાં વધુ 24 વર્ષ આયુ હોવી જોઈએ.
એપ્રેન્ટીસ ફી :
આ પદો પર આવેદન માટે જનરલ/ OBC કેટેગરી ના ઉમેદવારો માટે 100 રૂપિયા ચૂકવવા પડશે જયારે SC/ST અને મહિલા ઉમેદવારો માટે ફ્રી અરજી કરવાની રહેશે.
અંતિમ તારીખ :
મિત્રો આજે છેલ્લો દિવસ છે ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે ખાસ નોંધ લેવી.
વધુ જાણકારી માટે નીચે નોટિફિકેશન ડાઉનલોડ કરી જાણી લેવું.