khissu

જુની નોટો કે સિક્કાની ખરીદી કે વેંચાણ કરવાથી સાવધ રહો: જાણો આરબીઆઇએ શું ચેતવણી આપી?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બુધવારે એટલે કે ગઇકાલે લોકોને જૂના સિક્કા અને નોટોની ખરીદી અને વેચાણ અંગે એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી હતી. આરબીઆઇએ કહ્યું હતું કે કેટલાક આવારા તત્વો ઓનલાઇન કે ઓફલાઈન પ્લેટફોર્મ પર જૂની નોટો અને સિક્કાનાં વેંચાણ માટે કેન્દ્રિય બેંકના નામ કે લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી જૂના સિક્કાઓ અને નોટોની ખરીદી અને વેચાણ અંગે ઘણા ન્યુઝ સામે આવી રહ્યા છે. જેના કારણે RBI એ આ ચેતવણી જાહેર કરી છે.

આરબીઆઇ એ ટ્વીટ કરીને લોકોને જાણકારી આપી હતી.
એક ટ્વીટમાં રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંકના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક આવારા તત્વો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં નામનો ખોટી જગ્યાએ ઉપયોગ કરી રહ્યા છે અને જૂની નોટો અને સિક્કાની આપ લે કરવા માટે ઓનલાઇન કે ઓફલાઈન પ્લેટફોર્મ દ્વારા લોકોને ફસાવી રહ્યા છે.

રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે તે આવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ નથી અને આવા ટ્રાન્જેક્શન માટે ક્યારેય કોઈ પાસેથી ફી કે કમિશન માંગશે નહિ. સાથોસાથ બેંકે કહ્યું છે કે તેણે આવી પ્રવૃત્તિઓ માટે કોઈ સંસ્થાને કે વ્યક્તિને સત્તા નથી આપી.

આરબીઆઇની કોઈ સાથે ડીલ નથી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવી બાબતોમાં વ્યવહાર કરતી નથી અને ક્યારેય કોઈ પાસેથી ફિ કે કમિશન માંગતી નથી. રિઝર્વ બેંકે કોઈપણ સંસ્થા, કંપની અથવા વ્યક્તિને આવા ટ્રાન્જેક્શન માટે ફી અથવા કમિશન વસૂલવાનો અધીકાર આપ્યો નથી.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશન ને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુ ટ્યુબ ચેનલને લં સબસ્ક્રાઈબ કરી લેજો.