ઘણા સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતો આજ ૨૬મી જાન્યુઆરીના રોજ રેલી યોજી હતી. જોકે રેલી ખૂબ શાંતિ પૂર્વક યોજાવાની હતી જેમાં પોલીસની મંજૂરી પણ મળી હતી પરંતુ શાંતિ અશાંતિમાં ફેરવાઈ ગઈ.
જોકે ખેડૂતો એ આગળના દિવસે જ રેલી યોજવા માટે પોલીસની મંજૂરી લીધી હતી અને લાલ કિલ્લા પર જવા રવાના થયા હતા. આ રેલીમાં લગભગ બે લાખ વાહનો સાથે ટ્રેક્ટર રેલી યોજાઈ હતી પરંતુ અચાનક મામલો બગડતા હિંસક પ્રવૃત્તિ બની હતી.
ખેડૂતો અને પોલીએ વચ્ચે ઘર્ષણ થયું જેમાં એક ખેડૂતનું ટ્રેક્ટર પલટી મારતા તેનું મોત થયું હતું. છેક લાલ કિલ્લા સુધી ખેડૂતો પહોંચી ગયા અને વિરોધ કરી રહ્યા હતા જેથી આ મામલો શાંત કરવા RAF ની ટુકડી પણ આવી હતી. પોલીસ દ્વારા ટિયર ગેસ પણ છોડવામાં આવ્યા. આઇટીઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર સંઘર્ષ થયો હતો.
પોલીસે લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટ તરફ જતાં ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. ખેડૂતોએ ગાડીઓમાં તોડફોડ કરી અનેક હિંસક પ્રવૃતિઓ કરી હતી. જોકે બીજી તરફ કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટીકૈતે કહ્યું કે, અમે ગણતંત્ર દિવસ મનાવવા આવ્યા છીએ. શાંતિપૂર્ણ રેલી નીકાળી રહ્યા છીએ અને નક્કી કરેલા રૂટે પાછા જતા રહીશું. મારી સરકારને અપીલ છે કે તેઓ પોતાની જીદ છોડી દે અને એક નાની માંગણી માની લે, બધા ખેડૂતો પોતાના ખેતરમાં જતા રહેશે.