ખેડૂતો દેવાદાર કેમ બન્યા?
શું તેઓ લોન લઈને એશો આરામ કરતા હતા ? લોનના પૈસા જુગાર રમવામાં નાખી દેતા હતા ? જો એમ ન હોયતો પછી ખેડૂતો પર દેવું કેમ? કેમ ખેડૂતો પોતે લીધેલી લોન ચૂકવી શકતા નથી? આજે દેશનો નાગરિક ખેડૂતોની સાથે ઉભો નથી કારણકે આ બધા સવાલ તેના મનમાં થાય છે કે જો ખેડૂતો તનતોડ મહેનત કરતા હોય તો લોન કેમ ચૂકવી ન શકે?
પણ આજે આપણે એ તમામ નાગરિકોને જવાબ આપીશું કે જે ખેડૂતોની વેદનાને સમજી શકતા નથી. અરે સાહેબ રાત દિવસ ખેતરમાં રળે ત્યારે કેટલાય મહિના પછી તેનું વળતર મળે અને વળતર મળવાનો સમય આવે ત્યારે તો સરકાર પાકનો ભાવ ઘટાડી દે. લ્યો હવે કોને કહેવા જવું? આ ખેડૂતો છે ને સાહેબ એટલે હશે બાપા કરીને જવા દેય છે પણ એ જગ્યાએ મોટા ઉદ્યોગપતિઓ હોય ને તો એક પૈસાની પણ ખોટ ખાવા ન દેય. સરકાર પાસે ગમે તેમ કરીને એનું લઈ જ લેય.
આજે એનું ઉદાહરણ પણ જોઈએ કે જેમાં જામનગર જિલ્લામાં આવેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 1072 કરોડના વેરા સરકારે માફ કરી દીધા. ઘણા મિત્રો ગૂંચ ખાઈ ગયેલા પડેલા હોય ને એ સામો સવાલ કરે કે તમારી પાસે આ આંકડો ક્યાંથી આવ્યો? તો એ મિત્રો ને જણાવી દઈએ કે વિધાનસભામાં ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે રિલાયન્સના કરોડોના વેરા માફ કરવા બાબતે પ્રશ્ન કર્યો ત્યાંરે નાણામંત્રીએ વિધાનસભામાં લેખિત પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે નવા ઉદ્યોગો સ્થાપે તો તેમને પ્રોત્સાહન આપવા અને વેચાણ વેરા સમાધાન યોજના માટે તેઓના વેરા માફ કર્યા છે.
આતો ખાલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી પણ આવી કેટલીય મોટી કંપનીઓના ૧ કરોડથી વધુના વેરા બાકી છે. તમને જણાવી દઈએ કે 1392 કંપનીઓ એવી છે કે હજી સુધી તેઓએ કરોડોના વેરાવો સરકારને ચૂકવ્યા નથી જેની અંદર સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જીએમડીસી, એલ એન્ડ ટી, એન કે પ્રોટીન, અદાણી એન્ટરપ્રાઈઝ જેવી મોટી મોટી કંપનીઓના વેરા હજી સુધી બાકી છે.
અને એમાંથી એક છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. જી હા મિત્રો, મુકેશ અંબાણીની કંપનીના 1072 કરોડના વેરા સરકારે માફ કરી દીધા. કેમ મુકેશભાઈની કંપની મહેનત નહીં કરતી હોય? મુકેશભાઈ સરકાર પાસેથી લોન લે છે તો લોનના પૈસા કેમ ચૂકવી શકતા નથી? ત્યાં કોઈને પ્રશ્ન થતો નથી.
દોસ્તો આ મોટા મોટા ઉદ્યોગપતિઓ પોતાના વકીલ રાખી શકે છે, પૈસાનો પાવર પણ હોય છે એટલા માટે એના વેરા બાકી હોવા છતાં સરકાર કઈ જ કરી શકતી નથી અને છેવટે માફ કરી દે છે.
મિત્રો, સંપૂર્ણ માહિતી જાણવા ઉપર આપેલો અમારો વિડિયો જોઈ શકો છો.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.