૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હીના લાલ કિલ્લા ખાતે જે હિંસક બનાવો બન્યા હતા તેથી હોવી પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને ગાઝીપુર બોર્ડરેથી ખેડુતોને કાઢી રહી છે. એવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતના સમર્થનમાં ટ્વિટ કરી જણાવ્યું કે હું ખેડૂતોની સાથે છું.
આ પહેલા પણ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સાફ સાફ કહ્યું હતું કે, ખેડૂતો દેશનું હિત છે અને જે તેમને તોડવા માંગે છે તે દેશદ્રોહી છે. જોકે ૨૬ જાન્યુઆરીએ બનેલી ઘટના પછી ઉત્તરપ્રદેશ અને દિલ્હી પોલીસ લાઠીઓ વડે ખેડૂતોને કાઢી રહ્યાં છે અને આ આંદોલનનો અંત લાવવા માંગે છે જે લોકશાહીના નિયમની વિરુદ્ધ છે. જેથી કોંગ્રેસે સાફ કહી દીધું છે કે તેઓ ખેડૂતની સાથે છે.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, "એક બાજુ પસંદ કરવાનો સમય આવી ગયો છે. મારો નિર્ણય સ્પષ્ટ છે. હું લોકશાહીની સાથે છું, હું ખેડૂતો અને તેમના શાંતિપૂર્ણ આંદોલનની સાથે છું."
કોંગ્રેસનેતા એ વડાપ્રધાન નરેન્દ્રમોદીને ત્રણેય કૃષિબિલ કાયદા રાડ કરવાની વિનંતી કરી હતી. આ ઉપરાંત તેમને એક સભામાં કહ્યું હતું કે, 'મોટાભાગના ખેડૂતોને આ કાયદામાં રહેલી વિગતોની ખબર જ નથી, જો તેમની પાસે આ કાયદાઓની વિગતવાર માહિતી હોત તો આજે આ આંદોલન આખા દેશમાં ચાલતું હોત.'