લગ્નની સિઝનમાં ખુશીના સમાચાર, આજે પણ સોના ચાંદીના ભાવમાં કડાકો, જાણો એક તોલાના કેટલા હજાર

લગ્નની સિઝનમાં ખુશીના સમાચાર, આજે પણ સોના ચાંદીના ભાવમાં કડાકો, જાણો એક તોલાના કેટલા હજાર

Gold-Silver Price Today: જ્વેલરી ખરીદનારા માટે હાલમાં ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા સુધી સોનાની કિંમત 59,000 રૂપિયા અને 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર હતી અને આજે સોનાની કિંમત 58600 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસના સ્તરે આવી ગઈ છે. સોના અને ચાંદી બંને ધાતુના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.

RBIએ દેશની સૌથી મોટી બેંક SBI પર લગાવ્યો 1.3 કરોડનો દંડ, તમારું ખાતું હોય તો તાત્કાલિક જાણો આ સમાચાર

સોના અને ચાંદીના ભાવ ઘટ્યા

MCX પર સોનાના ભાવ હજુ પણ ઘટી રહ્યા છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.04 ટકા ઘટીને 58675 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગઈ છે. આ સિવાય ચાંદીની કિંમત 0.51 ટકા ઘટીને 71780 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે.

તિરુપતિ બાલાજી નહીં પણ ભારતનું આ મંદિર છે સૌથી અમીર છે, કમાણી જાણીને પગ નીચેથી જમીન સરકી જશે

વૈશ્વિક બજારમાં સોનું અને ચાંદી સસ્તા

વૈશ્વિક બજારમાં ભાવની વાત કરીએ તો અહીં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. કોમેક્સ પર સોનાના વાયદાની કિંમત 0.24 ટકા એટલે કે $4.460 ઘટી છે અને તે $1,932.00 પ્રતિ ઔંસના સ્તરે છે. આ સિવાય ચાંદીની કિંમત 0.66 ટકા અથવા $0.15 ઘટીને $23.23 પ્રતિ ઔંસ પર છે.