સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ વધતાં વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારનો સૌથી મહત્વનો નિર્ણય જાહેર કર્રાયો છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય જાહેર કર્યો છે.
ફરી ક્યારે યોજવામાં આવશે બોર્ડની પરીક્ષા?
રાજ્ય સરકારે આગામી તારીખ 15 મી મે 2021 ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે એવું જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે. એટલે હવે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા જુન મહિનામાં યોજાશે તેવું લાગી રહ્યું છે અને જો પરિસ્થિતિ ત્યારે પણ ગંભીર હશે તો નિર્ણય આગળ જઇ શકે છે.
ક્યાં ક્યાં ધોરણના વિધાર્થીઓને માસ પ્રમોશન?
સમગ્ર ગુજરાત કોરોનાના કેસ વધવાને કારણે રાજ્યમાં ધોરણ 1 થી 9 અને ધોરણ 11 માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે. વિધાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં કોરોનના કેસો ખુબ મોટા પ્રમાણમં વધી રહ્યા હોવાથી નાનાં બાળકો નિશાળે જઈને પરીક્ષા આપી શકે તેમ નથી અને જો ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે તો તેમાં ચોરી થવાની શક્યતાઓ છે તેથી કોઈ પણ વિધાર્થી સાથે અન્યાય ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા માસ પ્રમોશનનો નિર્ણય લેવામાં આવ્યો છે.