Know your farmer યોજના: હાલ મોટા ભાગના ખેડૂતો પાસે કી-પેઈડ ફોન છે જેમાં તે કોઈપણ સ્માર્ટ એક્ટીવીટી કરી શકતા નથી અને સરકારને પણ તેની જાણકારી મળતી નથી. જેથી રાજ્ય સરકારે ખેડૂતોને સ્માર્ટ બનાવવા અને ખેડૂતોની તમામ માહિતી મેળવવા માટે know your farmer યોજનાની શરૂઆત કરી છે.
1 લાખ ખેડૂતોને સ્માર્ટફોન આપશે: આ યોજના હેઠળ એક લાખ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે લોન આપવામાં આવશે. ખેડૂતો સ્માર્ટફોન થકી ખેતી સંબંધિત માહિતી મળી શકે તેમજ ફોન વડે ખેતીને લગતી ફરિયાદ અને યોજનાઓ અંગેની માહિતી મેળવી શકશે.
0% વ્યાજે લોન આપશે: આ સ્માર્ટફોન ખરીદવા માટે રાજ્ય સરકાર એક લાખ ખેડૂતોને 15 હજાર રૂપિયા સુધીની લોન આપી રહી છે એટલે કે ખેડૂતો 15 હજાર રૂપિયા સુધીનો કોઈપણ ફોન ખરીદી શકે છે. તમારે આ લોન કોઓપરેટિવ બેંક પાસેથી લેવાની રહેશે અને તમને જણાવી દઈએ કે આ લોન પર તમારે કોઈ વ્યાજ ચૂકવવાનું રહેશે નહીં એટલે કે 0% વ્યાજે ખેડૂતોને લોન આપવામાં આવશે.
10% ની સહાય પણ કરશે: એટલું જ નહીં આ સ્માર્ટફોન ખરીદવા પર 10 ટકા સહાય કે 1500 રૂપિયામાંથી જે ઓછુ હશે તેટલી સહાય પણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ ખેડૂત ખાતેદારમાં નોંધણી હોય તેવાં 1 ખેડૂતને જ સહાય મળવાપાત્ર રહેશે.
અરજી ક્યાં કરવી?: આ લોન લેવા માટે ખેડૂતોએ i- ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે અને જો એક લાખ કરતા વધુ અરજી થશે તો તેમાંથી ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં એક લાખ ખેડૂતની પસંદગી કરવામાં આવશે અને તેમને સ્માર્ટફોન ખરીદવા 0% વ્યાજે લોન અને 10 ટકાની સહાય આપવામાં આવશે.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.