ગઈ કાલે દિલ્લીમાં ખેડૂતો દ્વારા થયેલા હિંસક બનાવો ને જોઈ કંગના રાવતે ટ્વિટ કરી ખેડૂતોના સમર્થનમાં રહેલા અભિનેતા અને અભિનેત્રીઓ ને આડકતરી રીતે શુભેચ્છા પાઠવી.
ગઈ કાલના હિંસક બનાવોને લઈને આખો દેશ હચમચી ઉઠ્યો હતો. જે દિવસે ગણતંત્ર દિવસ માનવામાં આવે છે એ દિવસે અશાંતિનો માહોલ બની ગયો એક અર્થમાં આ વખતે આપણો ગણતંત્ર દિવસ હતો જ નહીં એમ કહી શકાય. જેમાં ખેડૂતોએ લાલ કિલ્લા પર પોતાનો ધ્વજ પણ ફરકાવ્યો હતો.
આ હિંસક બનાવો અને ખેડૂતોના ધ્વજ લગાવવાના કારણે કંગના રનૌત ભડકી ઉઠી અને તેણે ટ્વિટ કરી ખેડૂતોનું સમર્થન કરી રહેલા અભિનેતા દિલજીત દોસાંઝ અને પ્રિયંકા ચોપરા ને કટાક્ષ રીતે અભિનંદન કહ્યા.
કંગના એ ટ્વિટ કર્યું કે, દિલજીત દોસાંઝ અને પ્રિયંકા ચોપરા એ આને એક્શનપ્લાન કરવાની જરૂર છે. આખી દુનિયા આજે આપણા પર હસી રહી છે, તમારે તો આ જ જોઈતું હતું ને, અભિનંદન...
એક યુઝરે ટ્વિટર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી થતો વિડિઓ મુક્યો તેને રેપ્લાય આપતા કંગના એ કહ્યું કે, ઝંડ બનીને રહી ગયા છીએ, અભણ, અણઘડ મહોલ્લામાં કોઈ ઘરમાં લગ્ન કે સારો તહેવાર હોય ત્યારે બળતરા કરવાવાળા ફુવા,કાકા,કાકી કપડાં ધોવા કે બાળકને આંગણામાં શૌચ કરાવવા કે ખાટલો ઢાળીને આંગણની વચ્ચે નિર્વસ્ત્ર થઈને સુઈ જવું. આવો જ હાલ થઈ ગયો છે આ અભણ દેશનો. શરમ કરી લો આજે.
ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર કંગનાએ કહ્યું કે, કંઈક તો શરમ કરો. આ ઉપરાંત કહ્યું કે, ખેડૂતોને સમર્થન કરવાવાળા લોકોને જેલ ભેગા કરી દેવા જોઈએ.