ખેડૂત મિત્રો 2020 નું ચોમાસું એકંદરે સારું રહ્યું, જોકે વધારે વરસાદ પડ્યો, નુકશાન પણ થયું, પરતું પાણી નોં સંગ્રહ થવાથી શિયાળુ અને અને ઉનાળા પાકો ખેડૂત સારી રીતે લઈ શકશે.
ચોમાસુ ચાલુ થયું ત્યાર થી આપણે વરસાદની આગાહી કરતાં હતાં, જેમાં ખાનગી સંસ્થા Skymet, હવામાન વિભાગ, ખગોળ શાસ્ત્રી, અને Weather એનાલિસિસ ની આગાહી ને સાથે રાખી 17 (7 જેટલી વેબસાઇટ + 8 જેટલી Aplication) અને બીજા વૈજ્ઞાનિક મોડેલ ને સાથે રાખી ( ચોક્કસ એકંદરે માહિતી કાઢી) તમને માહિતી જણાવતા હતાં અને એક દાવા સાથે અમે જણાવી શકીએ કે આપણી આગાહી આ વર્ષે 80-90% સાચી પડી હતી.
જેમાં છેલ્લે આપણે Live વરસાદ આગાહી પણ કરી હતી અને આગાહી ને આધારે આગાહી verify પણ કરતાં હતાં. જે LIVE video માં એવરેજ એક હજાર કરતાં પણ વધારે લોકો જોડાતા હતા. (900-1700) જોડાતાં જ હતાં અને એક વખત નોં આપણો રેકોર્ડ છે કે 3700 લોકો જોડાયા હતાં, મતલબ આપનો ખૂબ પ્રેમ મળતો અને તમે વિશ્વાસ પણ કરતા હતા, જે માટે આપ સૌનો દિલ થી આભાર વ્યકત કરીએ છીએ.
શું હવે બાકી રહેલ નવેમ્બર મહિનામાં વરસાદ ની કોઈ આગાહી?
હવે નવેમ્બર મા વરસાદ ની કોઈ શક્યતા નથી ( ઘણાં લોકો 1 થી 5 તારીખમાં પૂછતાં તેમાં અમારી આગાહી નાં હતી જે મુજબ વરસાદ પણ પડ્યો નથી ), અને એ પહેલાં પણ 8 થી 13 ઓક્ટોબર માં વરસાદ પડશે એવું પૂછતાં ત્યારે પણ અમે જણાવ્યું હતું કે અમારી કોઈ આગાહી નથી અને આ બંને કિસ્સામાં અમારી આગાહી 100% સાચી પડી હતી.
હવે આવતાં વર્ષે માં પણ આ રીતે advance માં આયોજન હશે, વધારે માહિતી વિડિયો માં જણાવેલ છે.