ઇન્સ્ટાગ્રામ મારફતે જાણો કેવી રીતે છોકરીઓ ને બોલાવતો અને દુષ્કર્મ આચારતો

ઇન્સ્ટાગ્રામ મારફતે જાણો કેવી રીતે છોકરીઓ ને બોલાવતો અને દુષ્કર્મ આચારતો

સોશિયલ મીડિયા પર ફેક યુઝર્સ ના અનેક બનાવો બનતા હોય છે. છોકરીઓ ના નામે એકાઉન્ટ બનાવી અનેક છોકરીઓ ને પ્રેમજાળમાં ફસાવવાની કોશિશ કરતા હોય છે. જો તમે પણ સોશિયલ આવા યુઝર્સ થી તમે ચેતતા રહેજો.

વાત એમ છે કે ઇન્સ્ટાગ્રામ પર જિદ્દી લડકા નામથી એકાઉન્ટ ચલાવતા યુવકે મધ્યપ્રદેશ ની યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આદર્યું હતું. આ મામલે યુવતીએ ઉજ્જૈન પોલીસમાં ફરિયાદ નોંધાવતા અમદાવાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી.

સોશિયલ મીડિયામાં પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ પર જિદ્દી લડકા નામથી એકાઉન્ટ ચલાવતા યુવકે મધ્યપ્રદેશની યુવતી ને એક ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી. યુવતીએ પણ તેની પ્રોફાઇલ જોઈ રીકવેસ્ટ એકસેપ્ટ કરી લીધી હતી. ત્યારબાદ યુવકે તેની સાથે વાતચીત શરૂ કરતાં ધીરે ધીરે તેને પ્રેમજાળમાં ફસાવી. યુવકે પોતાનો હાથ કપાયેલો ફોટો યુવતીને મોકલી ધમકી આપી હતી કે તે અમદાવાદ નહીં આવે તો પોતે આત્મહત્યા કરી લેશે.

ત્યારબાદ યુવતીએ પરિવારને જાણ કર્યા વગર અમદાવાદ તેને મળવા ગઈ અને યુવકે તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી રાયપુરના સમ્માન હોટલમાં જઈ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને છેવટે લગ્ન ની ના પાડી ફોન બંધ કરી દીધો.

આ સમગ્ર મામલો યુવતીએ ઉજ્જૈન પોલીસ સ્ટેશનમાં જઈ સંભળાવી યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો. સમગ્ર મામલાની જાણ થતાં ખબર પડી કે યુવકનું સાચું નામ જામસેદ અન્સારી છે.