khissu

શું તમારે પણ તમારા કાર્ડમાં ફોટો બદલવો છે? તો હવે મિનિટોમાં થશે આ કામ

આધાર કાર્ડ ભારતના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે દેશના નાગરિકોની ઓળખ અને સરનામાના પુરાવા તરીકે કામ કરે છે. આધાર એ 12-અંકનો વ્યક્તિગત નંબર છે, જે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. આ આધાર કાર્ડમાં વ્યક્તિનું નામ, જન્મ તારીખ, બાયોમેટ્રિક ડેટા, ફોટોગ્રાફ, સરનામું વગેરે જેવી તમામ માહિતી શામેલ છે.

આ આધાર કાર્ડ જીવનભર માન્ય છે. અનેક સરકારી કામોમાં ઉપયોગી છે. આવી સ્થિતિમાં, જો તમારો ફોટો તેમાં ખોટો હોય અથવા તો તેને બદલવો પડે એમ હોય, તો તે તરત જ કરાવવો યોગ્ય છે. તો ચાલો જાણીએ આધારમાં મિનિટોમાં જ ફોટો બદલવાની રીત..

આ રીતે તમે આધાર કાર્ડમાં ફોટો બદલી શકો છોઃ
- સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ uidai.gov.in ની મુલાકાત લેવાની રહેશે. 
- પછી તમારે Get Aadhaar વિભાગમાં જઇ અને આધાર એનરોલમેન્ટ/અપડેટ ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
- આ ફોર્મને યોગ્ય રીતે ભરી આધાર નોંધણી કેન્દ્ર પર સબમિટ કરો.
- ત્યારબાદ એનરોલમેન્ટ સેન્ટર પર ફરીથી તમારા ફિંગરપ્રિન્ટ્સ, રેટિના સ્કેન અને ફોટોગ્રાફ કેપ્ચર કરવામાં આવશે.
- આ આધાર સંબંધિત માહિતી અપડેટ કરવા માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે.
- તમારો ફોટો અપડેટ કરવાની અરજી સ્વીકારવામાં આવશે કે તરત જ તમને URN અથવા અપડેટ રિક્વેસ્ટ નંબર મળશે.
- આ નંબર દ્વારા તમે તમારી અરજી ઓનલાઈન ટ્રેક કરી શકો છો.
- તમને લગભગ 90 દિવસમાં અપડેટેડ ચિત્ર સાથેનું નવું આધાર કાર્ડ મળશે.