મહિલાઓ અને દીકરીઓ માટે LICની ખાસ નવી યોજના, મળશે અઢળક રૂપિયા, દિવાળી પહેલાં કરો રોકાણ

મહિલાઓ અને દીકરીઓ માટે LICની ખાસ નવી યોજના, મળશે અઢળક રૂપિયા, દિવાળી પહેલાં કરો રોકાણ

LIC Policy: LIC દ્વારા મહિલાઓ માટે એક ખાસ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં મહિલાઓને મેચ્યોરિટી પર મોટી રકમ મળશે. જો તમે પણ LIC ની પોલિસી શોધી રહ્યા છો, તો આ સ્કીમ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

આધાર શિલા યોજના

આ યોજનાનું નામ LIC આધાર શિલા યોજના છે. આ પ્લાનમાં તમને લાંબા ગાળામાં મોટા લાભો મળે છે.

મહિલાઓ માટે વિશેષ યોજના

LIC આધાર શિલા યોજના નોન-લિંક્ડ, વ્યક્તિગત જીવન વીમા યોજના છે. આ યોજના ખાસ મહિલાઓ માટે બનાવવામાં આવી છે. આ પોલિસીની પાકતી મુદત પર, રોકાણકારને LIC તરફથી એક નિશ્ચિત રકમ મળે છે. આમાં રોકાણ કરવા માટે મહિલાની ઉંમર 8 થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પરિવારને આર્થિક મદદ મળે

જો પોલિસી ધારક પોલિસી પૂર્ણ થયા પહેલા મૃત્યુ પામે છે, તો આવી સ્થિતિમાં પરિવારને આર્થિક સહાય મળે છે. આ સ્કીમમાં માત્ર શારીરિક રીતે સ્વસ્થ લોકો જ રોકાણ કરી શકે છે.

વીમાની રકમ કેટલી છે?

આધારશિલા પોલિસી હેઠળ LIC આધારશિલા યોજના હેઠળ મૂળભૂત વીમા રકમ ઓછામાં ઓછી રૂ. 75,000 અને મહત્તમ રૂ. 3,00,000 છે. આ પ્લાનમાં તમને પ્રીમિયમની માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ચુકવણીનો વિકલ્પ મળે છે.

પરિપક્વતાની મહત્તમ ઉંમર 70 વર્ષ

આ યોજનામાં પરિપક્વતાની મહત્તમ ઉંમર 70 વર્ષ છે. મતલબ કે પાકતી મુદતના સમયે પોલિસી ધારકની ઉંમર 70 થી વધુ ન હોવી જોઈએ. પાકતી મુદત પર એક સામટી રકમ પ્રાપ્ત થાય છે.