હવે ઘર ખરીદવું થયું મોંઘુ, બધી બેંકો સહિત LICએ પણ વધાર્યો હોમ લોનનો વ્યાજ દર, જુઓ સંપૂર્ણ માહિતી

હવે ઘર ખરીદવું થયું મોંઘુ, બધી બેંકો સહિત LICએ પણ વધાર્યો હોમ લોનનો વ્યાજ દર, જુઓ સંપૂર્ણ માહિતી

RBIના રેપો રેટમાં વધારો કરવાની અસર હવે બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં દેખાઈ રહી છે. રેપો રેટમાં વધારા બાદ વિવિધ બેંકોએ તેમની હોમ લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. આ સાથે લોન લઈને મકાન બનાવવું કે ખરીદવું પહેલા કરતા મોંઘુ થઈ ગયું છે. મંગળવારે ભારતીય જીવન વીમા નિગમે પણ હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે.

LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે હોમ લોનના વ્યાજ દરમાં 60 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ નિર્ણય બાદ હવે LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ પાસેથી હોમ લોન પર 7.50%ના દરે વ્યાજ ચૂકવવું પડશે. નવો વ્યાજ દર 20 જૂન, 2022થી અમલમાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આરબીઆઈએ મે મહિનામાં અને પછી જૂનમાં રેપો રેટમાં 2 વખત વધારો કર્યા પછી, SBI, ICICI અને HDFC સહિત અન્ય બેંકોએ પણ હાઉસિંગ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો હતો.

કઈ બેંક આપે છે સૌથી ઓછા વ્યાજે હોમ લોન 
કઈ બેંક આપે છે સૌથી ઓછા વ્યાજે હોમ લોનઃ રેપો રેટ 4.90 થયા બાદ તમામ બેંકો દ્વારા આપવામાં આવતી તમામ પ્રકારની લોન અને EMI મોંઘી થઈ ગઈ છે. પરંતુ જાણો કઈ બેંક હોમ લોનના વધેલા વ્યાજ દરમાં સૌથી ઓછું વ્યાજ વસૂલે છે.

PNB 
PNB હોમ લોનનો વ્યાજ દર: પંજાબ નેશનલ બેંક વાર્ષિક 7.40%ના વ્યાજ દર સાથે હોમ લોન ઓફર કરે છે.

UBI 
UBI હોમ લોનનો વ્યાજ દર: યુનિયન બેંક ઑફ ઇન્ડિયા પણ હોમ લોન પર 7.40% વ્યાજ વસૂલે છે

બેંક ઓફ બરોડા 
બેંક ઓફ બરોડા હોમ લોનનો વ્યાજ દર: BOB હોમ લોન પર 7.45% વ્યાજ વસૂલે છે

કોટક મહિન્દ્રા બેંક 
કોટક મહિન્દ્રા બેંક હોમ લોનનો વ્યાજ દર: કોટક મહિન્દ્રા બેંક હોમ લોન પર વાર્ષિક 7.50% વ્યાજ વસૂલે છે

આ ચાર બેંકો સિવાય, LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ હોમ લોન પર 7.50%, SBI 7.55%, ICICI 7.60%, HDFC 7.55% અને એક્સિસ બેંક 7.60% વ્યાજ વસૂલે છે.