ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ સરલ પેન્શન યોજના શરૂ કરી છે. આ એક નોન-લિંક્ડ સિંગલ પ્રીમિયમ સ્કીમ છે. આ પ્લાન હેઠળ પોલિસીધારકે માત્ર એક જ વાર પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. આ પછી, પોલિસીધારકને આખી જીંદગી માટે પેન્શન મળે છે.
વીમા નિયમનકાર IRDAI ની માર્ગદર્શિકા અનુસાર આ Immediate Annuity plan છે. LICએ આ પોલિસી વિશે જણાવ્યું છે કે આ પ્લાનમાં તમામ જીવન વીમા કંપનીઓ માટે સમાન નિયમો અને શરતો છે. LIC ની આ યોજના હેઠળ, પોલિસીધારક બે ઉપલબ્ધ વાર્ષિકી વિકલ્પોમાંથી કોઈપણ એક પસંદ કરી શકે છે. આ યોજનામાં, પોલિસી શરૂ થયાની તારીખથી 6 મહિના પછી લોન પણ મેળવી શકાય છે.
સરલ પેન્શન યોજનાનો પ્રથમ વિકલ્પ
LIC સરલ પેન્શન પ્લાન પસંદ કરવા માટે બે વિકલ્પો છે. પ્રથમ,Life Annuity With 100 return of purchase price. આ પેન્શન સિંગલ લાઇફ માટે છે, એટલે કે પેન્શન જીવનસાથીમાંથી કોઈ એક સાથે જોડાયેલ હશે, જ્યાં સુધી પેન્શનર જીવિત છે, ત્યાં સુધી તેને પેન્શન મળતું રહેશે. તેમના મૃત્યુ પછી પોલિસી લેવા માટે ચૂકવવામાં આવેલ બેઝ પ્રીમિયમ તેમના નોમિનીને પરત કરવામાં આવશે.
સરલ પેન્શન યોજનાનો બીજો વિકલ્પ
બીજો વિકલ્પ જોઈન્ટ લાઈફ માટે આપવામાં આવ્યો છે. આમાં પેન્શન પતિ-પત્ની બંને સાથે જોડાયેલું છે. જેમા પતિ કે પત્ની જે ઠેલ્લે સુધી જીવિત રહે છે, તેને પેન્શન મળતું રહે છે. એક વ્યક્તિ જીવતી વખતે જેટલું પેન્શન મેળવશે, તેટલી જ પેન્શનની રકમ તેમાંથી એકના મૃત્યુ પછી જીવનભર અન્ય જીવનસાથીને મળતી રહેશે. જ્યારે બીજો પેન્શનર પણ દુનિયા છોડી દે છે, ત્યારે નોમિનીને તે મૂળ કિંમત આપવામાં આવે છે જે પોલિસી લેતી વખતે ચૂકવવામાં આવી હતી.
આ Immediate Annuity plan છે
LICની આ યોજના તાત્કાલિક વાર્ષિકી યોજના છે. મતલબ કે પોલિસી લેતાની સાથે જ પેન્શન શરૂ થઈ જશે. પેન્શનર પાસે દર મહિને, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વર્ષમાં એક વાર પેન્શન લેવાનો વિકલ્પ છે. જે પણ વિકલ્પ પસંદ કરવામાં આવશે, તે જ રીતે પેન્શન શરૂ થશે.
કેવી રીતે પોલીસી ખરીદવી
- તમે આ પ્લાન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકો છો. www.licindia.in ની વેબસાઈટ પરથી ઓનલાઈન ખરીદી શકાય છે.
- પ્લાનમાં ન્યૂનતમ વાર્ષિકી રૂ. 12,000 પ્રતિ વર્ષ છે. ન્યૂનતમ ખરીદી કિંમત વાર્ષિક મોડ, પસંદ કરેલ વિકલ્પ અને પોલિસી લેનારની ઉંમર પર નિર્ભર રહેશે.
- આ પ્લાનમાં કોઈ મહત્તમ ખરીદ કિંમત મર્યાદા નથી.
- 40 વર્ષથી 80 વર્ષના લોકો આ સ્કીમ ખરીદી શકે છે.
- જો તમે માસિક પેન્શનનો લાભ લેવા માંગતા હોવ તો મહિનામાં ઓછામાં ઓછા એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે.
- તેવી જ રીતે, ત્રિમાસિક પેન્શન માટે, એક મહિનામાં ઓછામાં ઓછા 3 હજારનું રોકાણ કરવું પડશે.