ડાયાબિટીસ, ઈન્ફેક્શન, એલર્જી જેવી અનેક જીવન જરૂરી 41 દવાઓ સાવ સસ્તી થઈ, કરોડો લોકોને રાહત!

ડાયાબિટીસ, ઈન્ફેક્શન, એલર્જી જેવી અનેક જીવન જરૂરી 41 દવાઓ સાવ સસ્તી થઈ, કરોડો લોકોને રાહત!

Medicine Rate Reduced: ભારત સરકારે અમુક રોગોની સારવારમાં વપરાતી દવાઓના ભાવમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે 41 દવાઓ અને 6 ફોર્મ્યુલેશનની કિંમતો નક્કી કરી છે. આ પછી સુગર, પેઈન, હાર્ટ, લીવર, એન્ટાસીડ, ઈન્ફેક્શન, એલર્જી, મલ્ટીવિટામીન, એન્ટીબાયોટીક્સના ભાવ નક્કી કરવામાં આવ્યા છે, જેના કારણે 41 દવાઓ સસ્તી થશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

NPPAની બેઠકમાં લેવાયો નિર્ણય

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NPPAની 143મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. NPPA એ એક સરકારી નિયમનકારી એજન્સી છે જે ભારતમાં ફાર્માસ્યુટિકલ દવાઓના ભાવને નિયંત્રિત કરે છે.