khissu

પાન-આધાર લિંક કરવાનો આ છેલ્લો દિવસ, જલ્દી કરો નહિ તો બનશો દંડના ભાગીદાર

તમારા PAN ને આધાર સાથે લિંક કરવાનો આ છેલ્લો દિવસ છે. જો તમે આજે તેમને લિંક કરી શકતા નથી, તો તમારા પર 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ નિર્ણય લીધો છે કે જેઓ 31 માર્ચ 2022 સુધીમાં તેમના PAN ને આધાર સાથે લિંક નહિ કરે તેઓનો PAN નિષ્ક્રિય થઈ જશે. જેને એક્ટિવેટ કરી કરવા 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.

દંડ ભર્યા પછી, PAN અને આધારને લિંક કરવા માટે ત્રણ મહિના એટલે કે જૂન 2022 સુધી મોરેટોરિયમ રહેશે. પરંતુ આ સમયમર્યાદા પૂરી થયા પછી પણ જો PAN અને આધારને લિંક કરવામાં નહીં આવે તો દંડ બમણો કરીને 1000 રૂપિયા થઈ જશે.

PAN લિંક કર્યા વગર કેટલો સમય ચાલશે?
CBDTએ કહ્યું કે PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 છે. આ પછી, આધારને PAN સાથે લિંક કરવા પર દંડ ભરવો પડશે. CBDTએ કહ્યું કે 1 એપ્રિલ, 2022 થી, PAN ને આધાર સાથે લિંક કરવા પર 500 રૂપિયાનો દંડ લાગશે, જે 30 જૂન, 2022 સુધી રહેશે. આ પછી, કરદાતાઓએ 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને આ 31 માર્ચ, 2023 સુધી રહેશે. CBDTએ કહ્યું કે 31 માર્ચ, 2023 પછી આધાર સાથે જોડાયેલા ન હોય તેવા પાન નંબરોને નિષ્ક્રિય કરી દેવામાં આવશે.

PAN નિષ્ક્રિય થવાના ગેરફાયદા 
PAN નંબર નિષ્ક્રિય થવાને કારણે, કરદાતાઓ તે નંબરનો ઉપયોગ કરીને આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશે નહીં, ન તો આવકવેરા રિફંડ મેળવી શકશે અને ન તો તેનો ઉપયોગ અન્ય આવકવેરા સંબંધિત કામ માટે કરી શકશે.

મળતી માહિતી મુજબ, 24 જાન્યુઆરી, 2022 સુધીમાં 43.34 કરોડ PAN આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 131 કરોડ આધાર કાર્ડ જારી કરવામાં આવ્યા છે. PAN-આધાર લિંક કરવાથી 'ડુપ્લિકેટ' PAN નાબૂદ કરવામાં અને કરચોરી રોકવામાં મદદ મળશે.