ગુજરાતમાં લોકડાઉનના એંધાણ : તાજના પત્તામાંથી નીકળ્યો હુકમનો એક્કો, ટૂંક સમયમાં જ લેવાશે નિર્ણય

ગુજરાતમાં લોકડાઉનના એંધાણ : તાજના પત્તામાંથી નીકળ્યો હુકમનો એક્કો, ટૂંક સમયમાં જ લેવાશે નિર્ણય

દેશમાં થોડા સમય પહેલા એક એવો ખતરો આવ્યો કે સૌ કોઈ હેરાન રહી ગયા હતા. લોકોએ પોતાના ઘરમાંથી નીકળવું ભારે પડ્યું હતું. એક એવો ખતરો કે લોકોને પોતાના ઘરમાં પુરી રાખવા મજબૂર બનાવ્યા હતા. કોઈ એ વિચાર્યું પણ ન હતું કે કોરોના કરીને કોઈ ખતરો લોકોને એટલી હદે હેરાન કરશે. 

સરકારે લોકડાઉન કરવાની ફરજ પડી હતી. લગભગ પાંચ કે છ મહિનાના લોકડાઉન બાદ ખતરો ટળતો નજરે પડ્યો. ત્યાર બાદ ધીમે ધીમે સમય જતાં વેકસીનની શોધ થઈ લોકોને ખુશીનો પાર રહ્યો નહોતો રહ્યો. હવે તો કોરોના ખતમ જ સમજો ! 

પરંતુ જોત જોતામાં બાજી પલટી ગઈ 'તાજના પત્તામાંથી નીકળ્યો હુકમનો એક્કો' આ જ હુકમના એકકાએ બાજી પલટી નાંખી. જે લોકો વિચારતાં હતા કે હવે કોરોના ખતમ થઈ ગયો તેઓ ફરીથી ચિંતામાં મુકાઈ ગયાં. હજી તો દેશમાં વેકસીનેશનની પ્રક્રિયા ચાલું જ છે ત્યાંતો કોરોનાએ રી-એન્ટ્રી મારી દીધી.

દેશમાં હાલ કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં આવી રહ્યાં છે પણ આપણું ગુજરાત પણ હવે કોરોના કેસમાં મોદીજીની બુલેટ ટ્રેનની માફક તેજી પકડી રહ્યું છે. હાલ ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં કોરોના કેસના દર્દીઓ તૂટી પડ્યા છે. ત્યારે ફરીથી ગુજરાતમાં લોકડાઉન થશે કે નહીં તે અંગે ચર્ચાઓ યોજાઈ રહી છે.

રાજયના ચાર મહાનગરોમાં નાઈટ કરફ્યૂ અવધિ સમાપ્ત / ટૂંક સમયમાં જ આવી શકે છે નિર્ણય : રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે ઘણાં સમયથી ચાર મહાનગરોમાં નાઈટ કરફ્યૂ લાગવાવમાં આવ્યું હતું. જેની અવધિ ૧૫ માર્ચના રોજ ખતમ થવાની છે. ત્યારે હવે વધતાં કોરોના સંક્રમણને ધ્યાને લઈ આગળ અવધિ લંબાવાશે કે પછી લોકડાઉન કરવાની ફરજ પડશે તે અંગે ટૂંક જ સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. જોકે ૧૫ માર્ચના રોજ અવધિ પુરી થવાની હોવાથી એક બે દિવસમાં જ નિર્ણય લેવો જરૂરી છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં લગાવ્યું કરફ્યૂ : મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૫૭૭૫૫ છે. જેમાં ૫૫૬૯ કેસ એક્ટિવ છે. જેને પગલે જિલ્લાની નગરપાલિકા પરીષદો, નગર પંચાયતો અને આ સીમાઓની બહાર ૩ કિલોમીટર વિસ્તારમાં કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું. જોકે સરકારી કાર્યાલયો, મેડિકલ સ્ટોર, હોસ્પિટલો અને ઇમરજન્સી સેવાઓમાં લાગેલાં વાહનોને કારફ્યુમાં છૂટ આપવામાં આવી. શનિવારે મધ્ય રાતથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુનો સમય રહેશે.