મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિયમો બદલ્યા, ખુલ્લાં મેદાનમાં ગમે તેટલા લોકો હાજર રહી શકશે, શું ચૂંટણીઓમાં કોરોના સુઈ જશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિયમો બદલ્યા, ખુલ્લાં મેદાનમાં ગમે તેટલા લોકો હાજર રહી શકશે, શું ચૂંટણીઓમાં કોરોના સુઈ જશે

કોરોના સંક્રમણ ને કારણે અનેક બાબતો પર રોક લગાવવામાં આવી છે તો ઘણી બાબતોમાં સીમા લાંધવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લગ્ન સમારોહ માં પહેલાં ૧૦૦ માણસોની છૂટ આપી હતી જેમાં માસ્ક પહેરવાં અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ચુસ્ત પાલન સાથે મંજુરી આપી હતી. જેમાં હવે નવી ગાઈડલાઈન મુજબ મુખ્યમંત્રી વિજયરૂપાણીએ જાહેરાત કરી જેમાં હવે ખુલ્લામાં કે જાહેર મેદાનમાં સંખ્યાની મર્યાદા રહેશે નહીં, ગમેતેટલાં માણસો હાજર રહી શકે છે.


જી હા મિત્રો, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવી ગાઈડલાઈન જાહેર કરી જેમાં લગ્ન પ્રસંગમાં ૧૦૦થી વધુ માણસો હજાર રહી શકશે નહીં પરંતુ જો ખુલ્લામાં કે જાહેર મેદાનમાં કોઈ કાર્યક્રમ યોજાશે તો તેમાં ગમેતેટલા લોકો હજાર રહી શકશે.


વાહ રે તમારી રાજનીતિ, જ્યારે જરૂર પડી તો નિયમો બદલી નાખવાના ? લગ્નમાં ૧૦૦ થી વધુ લોકો ભેગા થાય તો કોરોના સંક્રમણ થવાનો ભય પણ જ્યારે તમારે કાર્યક્રમ યોજવાના હોય ત્યારે કોરોના સુઈ જાય છે ?


ઘર આંગણે ૧૦૦ થી વધુ ભેગા થાય તો કોરોના થઈ જાય તો શું ખુલ્લા મેદાનમાં ગમેતેટલા મતલબ લાખો ભેગા થાય તો પણ તમને કોઈ વાંધો નથી? વાહ ભાઈ વાહ, લોકો જાણે જ છે હવે ચૂંટણી આવવાની છે એટલે નિયમો તો બદલવા જ પડશે ને.