khissu

મહારાષ્ટ્રમાં થશે લોકડાઉન : બસ આ તારીખ સુધી જ રાહ જોશે પછી થશે સંપૂર્ણ લોકડાઉન

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બની ગયો છે સરકાર પણ સીધું જ કહી દીધું છે કે પરિસ્થિતિ બગડી તો લોકડાઉન કરવાની ફરજ પડશે. હાલ મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૫,૯૫૨ કોરોનાના નવ કેસ નોંધાયા છે. જ્યારે ૨૦,૪૪૪ દર્દીઓ સાજા થયાં છે તો છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૧ લોકોના મોત થયાં છે. હાલ મહારાષ્ટ્રમાં કોરોના કેસની કુલ સંખ્યા ૨૬,૦૦,૮૩૩ થઈ ગઈ છે જેમાંથી ૨૨,૮૬,૦૩૭ દર્દીઓ સાજા થયા છે તો ૫૩,૭૯૫ દર્દીઓના મૃત્યુ થયા.

તો મહારાષ્ટ્રના મુંબઇ શહેરની વાત કરીએ તો મુંબઇમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૫૫૦૪ નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે ૨,૨૮૧ દર્દીઓ સાજા થાય તો ૧૪ દર્દીઓના મોટ થયા. આમ અત્યાર સુધીમાં મુંબઇમાં કુલ ૩,૮૦,૧૪૬ દર્દીઓ કોરોના સંક્રમિત થયાં જેમાંથી ૩,૩૫,૦૬૩ દર્દીઓ સાજા થયા તો ૧૧,૬૨૩ દર્દીઓના મોત થયાં.

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાને લઈને મહારાષ્ટ્ર સરકારે આગામી સમયમાં લોકડાઉન લાગી શકે તેવી શક્યતાઓ દર્શાવી. જે વિશે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન ન કર્યું તો સરકાર ફરીથી લોકડાઉન લગાવી શકે છે. જોકે સરકાર ૨ એપ્રિલ સુધી આ મામલાઓ પર નજર રાખશે. જો કોરોના કાબુમાં નહીં આવે તો લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી.

જોકે મહારાષ્ટ્રમાં હાલ નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં મોલ, માર્કેટ અને સિનેમા હોલમાં ૫૦% ની છૂટ છે. આ ઉપરાંત લગ્નમાં પણ ૫૦ લોકોથી વધુને છૂટ નથી અને અંતિમ સંકરમાં પણ ૨૦ લોકોને હજાર રહેવાની છૂટ અપાઈ છે.

મહારાષ્ટ્રમાં અનેક જિલ્લામાં લોકડાઉન લાગવાયું છે. મરાઠાવાડાના નાંદેડમાં ૨૫ માર્ચથી ૪ એપ્રિલ વચ્ચે કડક લોકડાઉન લાગુ કરાયું છે. આ ઉપરાંત બીડમાં ૨૬ માર્ચથી ૪ એપ્રિલ વચ્ચે જ્યારે પરભણીમાં ૨૪ માર્ચથી પહેલી એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરાયું છે. 

ઔરંગબાદમાં રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યૂ તેમજ શનિવાર અને રવિવારે લોકડાઉન લાગુ કરાયું છે. આ ઉપરાંત લાતુરમાં રાત્રે ૮થી સવારે ૫ વાગ્યા વચ્ચે કડક લોકડાઉન જાહેર કરાયું છે. જાલનામાં સવારે ૯થી સાંજે ૭ વચ્ચે જ બજાર ખોલવાની પરવાનગી અપાઈ છે તેમજ ઉષ્માનાબાદમાં સાંજે ૭થી સવારે ૫ વાગ્યા સુધી તેમજ રવિવારે કરફ્યૂ લગાવ્યો છે.