દેશના લોકો માટે એક ખૂબ જ સારા સમાચાર છે. સરકારની નવી યોજના હેઠળ, ટૂંક સમયમાં તમે સરકારી રાશનની દુકાનોમાંથી ગેસ સિલિન્ડર ખરીદી શકશો. આ ઉપરાંત લોકો વીમાનું પ્રીમિયમ અથવા પોસ્ટ ઓફિસની તેમની માસિક બચત યોજનાના હપ્તા જેવી નાણાકીય સેવાઓનો લાભ પણ લઈ શકશે.
બુધવારે, સરકારે દ્વારા કહેવાયું હતું કે નાના ગેસ સિલિન્ડરના વેચાણ અને વાજબી ભાવની દુકાનોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરવાની મંજૂરી સરકાર આપી શકે છે. મોટાભાગના લોકો વ્યાજબી ભાવની દુકાનોને સરકારી રાશનની દુકાન તરીકે ઓળખે છે. જણાવી દઈએ કે ખાદ્ય સચિવ સુધાંશુ પાંડે અને રાજ્યો વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન આ તમામ યોજનાઓ શરૂ કરવા પર વાતચીત થઈ છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ બેઠકમાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. મીટિંગ પછી, ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે FPS (ફેર પ્રાઈસ શોપ્સ) ની નાણાકીય સદ્ધરતા વધારવા માટે મજબૂત પગલાં લેવામાં આવશે. FPS દ્વારા નાના એલપીજી સિલિન્ડરના છૂટક વેચાણની યોજના વિચારણા હેઠળ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર આ રાશનની દુકાનો દ્વારા મુદ્રા લોન આપવાનું પણ વિચારી રહી છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓને રાશનની દુકાનો દ્વારા નાના એલપીજી સિલિન્ડરના છૂટક વેચાણના પ્રસ્તાવને પસંદ આવ્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ આ યોજનામાં રસ ધરાવતી રાજ્ય અને કેન્દ્ર સરકારને જરૂરી સહયોગ આપશે.
ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના પ્રધાન પીયૂષ ગોયલે શ્રેણીબદ્ધ ટ્વીટમાં જણાવ્યું હતું કે સરકારી રાશનની દુકાનો દ્વારા નાના ગેસ સિલિન્ડરો વેચવાની યોજના ચાલી રહી છે. તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે આ અંગે રાશન ડીલરોને જાગૃત કરવા પડશે. તેમણે વધુમાં કહ્યું કે તેમનું મંત્રાલય પહેલેથી જ સરકારી રાશનની દુકાનોની નાણાકીય પરિસ્થિતિ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. દેશમાં 5.2 લાખ વ્યાજબી ભાવની દુકાનો એટલે કે સરકારી રાશનની દુકાનો છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, લોકોને સરકારી રાશનની દુકાનો દ્વારા સબસિડી પર રાશન આપવામાં આવે છે.