khissu

આજનાં 10 મોટા સમાચાર: ખેડૂતો, પેન્શનરો, ખાદ્યતેલ ઘટાડો, વાહન નિયમ, કારચાલકો, સ્માર્ટફોન, LPG સિલિન્ડર વગેરે

ખેડૂતો સારા સમાચાર: ખેતીમાં હવે ડિઝલનો ઉપયોગ સંપૂર્ણ રીતે ટાળવામાં આવશે. વીજળી મંત્રાલયે ખેડૂતોને ડિઝલથી ચાલતા સિંચાઈ પંપના સ્થાન ઉપર સૌર ઉર્જાથી ચાલતા સિંચાઈનો ઉપયોગ કરવા જણાવ્યું છે. 2024 સુધીમાં દરેક ખેડૂતો પાસે સૌર સિંચાઈ પંપ ઉપલબ્ધ થાય તે માટે મોદી સરકારે માસ્ટર પ્લાન બનાવી દીધો છે. આનાથી ખેડૂતોની કમાણીમાં વધારો થશે.

ચાલુ વાહને વાત: મોટો નિર્ણય: ડ્રાઈવિંગ કરતી વખતે હવે મોબાઈલ પર વાત કરી શકાશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જાહેરાત કરી છે. દેશમાં હવે ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવી ગુનો નહીં ગણાય. પરંતુ તેમને ચોખવટ પાડી છેકે ચાલુ વાહને હેન્ડ્સ ફ્રી પર વાત કરશો તો ગુનો નહીં ગણાય પણ જો હેન્ડ્સ ફ્રી વગર વાત કરશો તો ગુનો ગણાશે.

પેન્શનરો મોટો ફાયદો: કેન્દ્ર સરકાર પેન્શનરોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. પેન્શનરોને હવે દર 5 વર્ષે 5 ટકા પેન્શન વધારો કરવાનો પ્લાન મોદી સરકાર કરી રહી છે. દર 5 વર્ષે 5 ટકા પેન્શન વધારાની કર્મચારીઓને વર્ષો જુની માંગ હતી જેને લઈને હવે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. તો ટૂંક સમયમાં પેન્શનરોને ફાયદો થશે.

ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો: ખાદ્ય તેલ પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. ક્રૂડ પામ ઓઇલ પર કસ્ટમ્સ ડ્યુટી જે પહેલા 8.25 ટકા હતી તેને ઘટાડીને 5.5 ટકા કરી દેવામાં આવી. જેથી હવે ખાદ્યતેલની કિંમતોમાં એકસાથે 280 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ઘટાડો થઈ શકે છે. આસમાને આંબી રહેલા ખાદ્ય તેલના ભાવ ઓછા કરવા માટે કેન્દ્ર સરકારે એક પગલું ભર્યું છે.

LPG સિલિન્ડર: 100₹ નો વધારો: ઘરેલૂ LPG સિલેન્ડરના ભાવ છેલ્લા 6 મહિનાથી ન તો વધ્યા છે, કે ન તો ઘટ્યા છે ત્યારે ચૂંટણી પૂરી થતાં જ ઘરેલું LPG સિલિન્ડરના ભાવ વધી શકે છે. કાચા તેલના ભાવમાં 92 ડોલર પ્રતિ બૈરલ પાર થયા હોવા છતાં પણ 6 ઓક્ટોબર 2021થી LPG સિલેન્ડરમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે હવે એવી શક્યતાઓ છે કે, ચૂંટણી બાદ એટલે કે, 10 માર્ચ પછી ગમે ત્યારે ગેસના ભાવમાં 100 રૂપિયા પ્રતિ સિલેન્ડરથી વધી શકે છે.

કારચાલકો માટે સારા સમાચાર: નવી કારને CNGમાં ફેરવવા માંગતા વાહનચાલકો માટે સારા સમાચાર આવી ગયા છે. સરકારે BS-6 વાહનોમાં CNG કીટ ફિટ કરાવવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે બીએસ 6 વાહનો માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.જે દર્શાવે છે કે કેન્દ્ર સરકાર માત્ર કંપની ફિટેડ CNG જ નહીં પરંતુ બીએસ 6 કેટેગરીના વાહનોને માર્કેટમાંથી CNG કીટ લગાવવાને મંજૂરી આપશે.

ટ્રેન મુસાફરો માટે સારા સમાચાર: ટ્રેનમાં મુસાફરી કરતાં યાત્રીઓ માટે ભારતીય રેલવે તરફથી ખુશખબર સામે આવી છે. કોરોના લોકડાઉનમાં ટ્રેનોમાં જે ભોજન સેવા બંધ કરાઈ હતી તેને ફરીથી 14 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. IRCTCએ માહિતી આપી છે કે હવેથી બધી ટ્રેનોમાં મુસાફરોને ખાવાનું પૂરુ પાડશે. મુસાફરોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ભોજન સેવા શરૂ કરાઈ છે.

સ્માર્ટફોન યોજનાની સહાય વધારી: ખેડૂતો માટેની સ્માર્ટફોન યોજનાની સહાયમાં ગુજરાત સરકારે ધરખમ વધારો કરી નાંખ્યો. અગાઉ ખેડૂતોને ફોનની કિંમતના 10% સહાય આપવાની જાહેરાત કરી હતી. જેમાં ખેડૂતો 15 હજાર સુધીનો સ્માર્ટફોન ખરીદી શકે છે. 15 હજારનો સ્માર્ટફોન ખરીદવા પર 1500 રૂપિયાની સહાય મળતી હતી. પરંતુ હવે ગુજરાત સરકારે 10 ટકાની બદલે 40 ટકા સહાય આપવાની જાહેરાત કરી દીધી છે. તેથી 15 હજારના સ્માર્ટફોન ખરીદવા પર હવે 6 હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે.

આરોગ્ય સેતુ એપ: આરોગ્ય સેતુ યુઝર્સને હવે તેમના સ્વાસ્થ્યનો રેકોર્ડ એક જ જગ્યાએ રાખવાની સુવિધા મળશે. નાગરિકોને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) સાથે લિંક કરવા માટે આ નવી સુવિધા આપી છે. જે હેઠળ લોકો પહેલાથી જ આરોગ્ય સેતુ પર નોંધાયેલા છે, તેઓ એપ્લિકેશનમાંથી જ 14-અંકનો અનોખો નંબર મેળવી શકશે. તેઓ આ એકાઉન્ટ નંબર દ્વારા આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટમાં તેમના જૂના અને નવા મેડિકલ રેકોર્ડ અપલોડ કરી શકશે.

SBI ખાતું બંધ થઈ જશે: જો તમારું ખાતું SBIમાં હોય SBIએ તમારા માટે એક એલર્ટ જારી કર્યું છે. બેન્કે તેના બધા જ ગ્રાહકોને 31 માર્ચ 2022 પહેલા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની નોટિસ આપી દીધી છે. જો 31 માર્ચ પહેલાં તમે આ કામ નહીં કરો તો તમારી બેન્કિંગ સેવા બંધ થઈ જશે. તેમ SBIએ ટ્વિટ કરીને માહિતી આપી છે.