GOOD NEWS/ હવે ફક્ત આધાર કાર્ડની મદદથી મળશે LPG ગેસ કનેક્શન, અને સબસીડી પણ મળશે, જાણો કેવી રીતે?

GOOD NEWS/ હવે ફક્ત આધાર કાર્ડની મદદથી મળશે LPG ગેસ કનેક્શન, અને સબસીડી પણ મળશે, જાણો કેવી રીતે?

જો તમે નવું ગેસ કનેક્શન લેવાનું વિચારી રહ્યા છો, તો તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે માત્ર આધાર કાર્ડ બતાવીને ગેસ કનેક્શન મેળવી શકો છો. આનો અર્થ એ છે કે તમારે LPG ગેસ કનેક્શન માટે ડોક્યુમેન્ટ્સ ની ચિંતા કરવાની જરૂર નથી. ઈન્ડેન ગેસ કંપનીએ આ અંગે જાહેરાત કરી છે.  ઈન્ડેને ટ્વિટ કરીને તેના ગ્રાહકોને આ અંગે જાણ કરી છે. હવે તમે પહેલાની સરખામણીમાં સરળતાથી ગેસ કનેક્શન મેળવી શકો છો.

ઇન્ડેને તેના ઓફીશીયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે શું તમારે નવું ગેસ કનેક્શન લેવું છે?  તો હવે તમારે ફક્ત તમારું આધાર કાર્ડ બતાવવું પડશે અને તમને એલપીજી ગેસ કનેક્શન મળશે. આ સિવાય, તમે તેને સબસિડીવાળા કનેક્શન પણ બદલી શકો છો. આ માટે તમારે માત્ર એક જ એડ્રેસ પ્રૂફ આપવાનો રહેશે.

આ પણ વાંચો: ફાયદાની વાત/ LPG Cylinder પર મળી રહ્યું છે 2700 રૂપિયાનું કેશબેક, જાણો ક્યાં અને કેવી રીતે મળશે?

કનેક્શન કેવી રીતે મેળવવું:
સૌ પ્રથમ તમારે તમારી નજીકની ગેસ એજન્સીમાં જવું પડશે.
તમે LPG ગેસ કનેકશ માટે ફોર્મ ભરો.
તમારે ફોર્મમાં તમારી આધાર કાર્ડની માહિતી પણ ભરવાની રહેશે.
ફોર્મ સાથે આધારની નકલ જોડો.
ફોર્મમાં સરનામાં માટે સેલ્ફ ડીક્લેરેશન આપો.
આ પછી તમને નવું ગેસ કનેક્શન મળશે.

તમને જણાવી દઈએ કે આધાર બતાવીને સિલિન્ડર લેવાની સ્કીમ માત્ર 14.2 કિલો, 5 કિલોના સિંગલ સિલિન્ડર કનેક્શન પર લાગુ થાય છે. એટલે કે, તે કોમર્શિયલ સિલિન્ડરો પર લાગુ પડતું નથી.

આધાર કાર્ડ બતાવીને જો તમે ગેસ કનેકશન લો છો તો તમને સરકારી સબસિડીનો લાભ મળશે નહીં એટલે કે તમારે સિલિન્ડરની પુરી કિંમત ચૂકવવી પડશે પરંતુ, જ્યારે તમે તમારું સરનામાં નો પુરાવો સબમિટ કરો છો, ત્યારે તમે સબસિડીનો લાભ પણ લઈ શકો છો.