મોંઘવારીનો વધુ એક માર: ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. ૪૩.૫ નો વધારો, જાણો તમારા જીલ્લાનો ભાવ

મોંઘવારીનો વધુ એક માર: ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. ૪૩.૫ નો વધારો, જાણો તમારા જીલ્લાનો ભાવ

ઓક્ટોબરના પ્રથમ દિવસે મોંઘવારીનો મોટો આંચકો આવ્યો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબરથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.

દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 43.5 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આ પછી, દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમત 1693 રૂપિયાથી વધીને 1736.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

જો કે, ઓઇલ કંપનીઓએ સામાન્ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતા 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો નથી. દિલ્હીમાં 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં ઓઈલ કંપનીઓએ ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો.

સબસિડી વગર 14.2 કિલો સિલિન્ડરની કિંમત
બિન-સબસિડી વગરના 14.2 કિલો સિલિન્ડરની કિંમત દિલ્હીમાં કોઈ ફેરફાર વગર 884.50 રૂપિયા, કોલકાતામાં 911 રૂપિયા, મુંબઈમાં 884.50 રૂપિયા અને ચેન્નઈમાં 900.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.

19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની નવી કિંમત
સરકારી તેલ કંપનીઓએ 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. સૌથી વધુ વધારો દિલ્હીમાં 43.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 43.5 રૂપિયા વધીને 1736.5 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 35 રૂપિયા વધીને 1805.5 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં ભાવ 35.5 રૂપિયા વધીને 1685 રૂપિયા અને ચેન્નઈમાં 36.5 રૂપિયા વધીને પ્રતિ સિલિન્ડર 1867.5 રૂપિયા થયો છે.

ગુજરાતના દરેક જિલ્લામાં 1 ઓક્ટોબરથી 14.2 કિલોગ્રામ વાળા LPG ગેસ સિલિન્ડરનાં ભાવ નીચે મુજબ રહેશે.

જિલ્લો 

Sep 2021

 Oct 2021

અમદાવાદ 

891.50

891.50

અમરેલી 

904

904

આણંદ 

890.50

890.50

ભરૂચ 

890.50

890.50

ભાવનગર 

892.50

892.50

બોટાદ 

898

898

છોટાઉદેપુર

899

899

દાહોદ 

912

912

ગાંધીનગર 

892.50

892.50

જામનગર 

897

897

જુનાગઢ 

903.50

903.50

મહેસાણા 

893

893

મોરબી 

895.50

895.50

નવસારી 

899

899

પંચમહાલ

900.50

900.50

પાટણ

908.50

908.50

પોરબંદર 

905.50

905.50

રાજકોટ 

890

890

નર્મદા

905.50

905.50

સુરત 

890

890

સુરેન્દ્રનગર 

897

897

વેરાવળ

905.80

905.80

અરવલ્લી

899

899

વડોદરા 

890.50

890.50

વલસાડ 

904

904

ખેડા

891.50

891.50

ગીર સોમનાથ

905.50

905.50

 

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.