LPG ગેસ સિલિન્ડર પર કોને અને ક્યારે સબસીડી મળશે? સરકારે આપી પુરી જાણકારી, જાણો LPG ગેસ સબસીડી કંઈ રીતે ચેક કરી શકાય?

LPG ગેસ સિલિન્ડર પર કોને અને ક્યારે સબસીડી મળશે? સરકારે આપી પુરી જાણકારી, જાણો LPG ગેસ સબસીડી કંઈ રીતે ચેક કરી શકાય?

સામાન્ય લોકોના મનમાં એલપીજી સિલિન્ડર પર મળતી સબસિડી અંગે ઘણા પ્રશ્નો છે. સવાલ સબસિડી મળે છે કે નહિ તેનો છે. લોકો તરફથી ફરિયાદો છે કે સરકાર અથવા ગેસ વિતરણ એજન્સી સિલિન્ડરોને સબસિડી અને બિન સબસિડીવાળી શ્રેણીમાં રાખે છે. પરંતુ જ્યારે સબસિડી લેવાની વાત આવે છે ત્યારે લોકોના ખાતામાં પૈસા આવતા નથી. આવી ફરિયાદો છેલ્લા ઘણા મહિનાઓથી જોવા મળી રહી છે.  ઘણા ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર આ મુદ્દો પણ ઉઠાવ્યો છે.

ટ્વિટર પર દિલ્હીના એક વ્યકિત સરકાર પાસેથી જાણવા માંગતો હતો કે શું ગેસ સબસિડી બંધ કરવામાં આવી છે ? કારણ કે છેલ્લા 18 મહિનામાં તેના ખાતામાં એક પણ રૂપિયો જમા નથી થયો. જ્યારે ગેસ એજન્સીના વાઉચર પર સબસિડીવાળા સિલિન્ડર પર 859 રૂપિયા લખેલા છે. આ વ્યકિતએ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ વિભાગ @MoPNG_Seva ને પ્રશ્ન પૂછ્યો છે. ગ્રાહકે તેના ટ્વીટ સાથે ગેસ એજન્સીની સ્લિપ પણ જોડી છે, જેના પર ગેસ બુકિંગ અને ડિલિવરી વગેરેની માહિતી આપવામાં આવી છે.  બીજા એવા ઘણા ગ્રાહકો છે જેને આવી ફરિયાદો છે. લોકોનું કહેવું છે કે એપ્રિલ-મે 2020 થી ગેસ સિલિન્ડર પર સબસીડી મળતી નથી. આ વ્યક્તિનું કહેવું છે કે સરકારે સબસિડી બંધ કરી દીધી છે અને લોકો પાસે કોઈ નક્કર પુરાવો નથી.

સરકારે શું જવાબ આપ્યો? 
આ ફરિયાદોનો જવાબ ટ્વિટર એકાઉન્ટ oMoPNG_eSeva પર આપવામાં આવ્યો છે, જે તેલ અને ગેસ ક્ષેત્રની ફરિયાદો લેવા અને તેના સમાધાન માટે બનાવવામાં આવ્યું છે. @MoPNG_eSeva એ એક ટ્વીટમાં લખ્યું કે કેન્દ્ર સરકારે એલપીજી પર સબસિડી ખતમ કરી નથી. ઘરેલુ રાંધણ ગેસની બોટલ પર સબસિડી હજુ પણ આપવામાં આવે છે. તે અલગ અલગ બજારોમાં અલગ અલગ હોય છે.

ઉદાહરણ તરીકે, જો તમે ઈન્ડેન LPG ગેસ સિલિન્ડરનાં ગ્રાહક છો, તો તેની સબસિડી ચકાસવા માટે કેટલાક મહત્વના સ્ટેપ્સ જરૂરી છે. તે પરથી ખબર પડશે કે તમે સબસિડી મેળવવાના હકદાર છો કે નહીં, તમને સબસિડી મળશે કે નહીં.

LPG ગેસ સબસીડી કંઈ રીતે ચેક કરી શકાય?

> સૌ પ્રથમ ઇન્ડિયન ઓઇલની ઓફિશિયલ વેબસાઇટ indianoil.in પર જાઓ અથવા  https://cx.indianoil.in/ પર ક્લિક કરો.

> જ્યાં તમને LPG સિલિન્ડરનો ફોટો દેખાશે, તેના પર ક્લિક કરો

> અહીં એક કંપ્લેન્ટ બોક્સ ખુલશે. તે બોક્સમાં 'સબસિડી સ્ટેટસ' લખો અને Proceed બટન પર ક્લિક કરો

> જેના પર ક્લિક કરવાથી Subsidy Related (PAHAL)’  નો ઓપ્શન જોવા મળશે. તેની નીચે  ‘Subsidy Not Received’ લખેલું હશે ત્યાં ક્લિક કરો.

> એક નવુ ડાયલોગ બોક્સ દેખાશે જેમાં 2 વિકલ્પો દેખાશે.  જેમાં તમે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને LPG ID લખેલ જોશો.

> જો તમારું એલપીજી ગેસ કનેક્શન મોબાઇલ સાથે રજિસ્ટર હોય તો તેના પર ક્લિક કરો. અથવા તો 17 અંકનુ એલપીજી આઈડી દાખલ કરો

> LPG ID દાખલ કર્યા પછી, વેરિફાઈ અને સબમિટ બટન પર ક્લિક કરો.

> હવે બુકિંગની તારીખ સહિત વધુ મહત્વની વિગતો ભરો. ત્યાર બાદ તમને સબસીડી ની જાણકારી મળી જશે.

> વધુ જાણકારી માટે તમે કસ્ટમર કેર નંબર 1800-233-3555 નો સંપર્ક કરી શકો છો.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.