રાંધણ ગેસના વધતા ભાવો થી જો તમે પરેશાન થઈ ગયા છો તો આ સમાચાર તમારા માટે ખુશીના સમાચાર છે. તમને ખબર જ હશે કે હાલ એલપીજી ગેસ સિલિન્ડર ના ભાવો આસમાને પહોંચ્યા છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિના સુધીમાં ચાર વખત ભાવો વધી ચૂક્યા છે. કુલ ૧૨૫ રૂપિયાનો વધારો ઝીંકાયો છે, પરંતુ થોડીક સમજદારી થી ગેસ સિલિન્ડર નું બુકિંગ કરવામાં આવે તો તમને રાંધણગેસ ના વધતા ભાવોથી રાહત જરૂરી મળી શકે છે.
LPG ગેસ સિલિન્ડર ઉપર 50 રૂપિયાનું કેશબેક :-
જો તમે IOC નું LPG ગેસ સિલિન્ડર બુક કરો છો તો તમને ફ્લેટ 50 રૂપિયાનું કેશબેક મળવાપાત્ર છે. બસ LPG ગેસ સિલિન્ડર નું બુકિંગ અને પેમેન્ટ AMAZON PAY થી કરવુ પડશે. આવું કરવાથી તમને 50 રૂપિયાનું કેશબેક મળી જશે. Indian Oil Corp Ltd. એ પોતાના ટ્વીટર હેન્ડલ પર આ જાણકારી આપી હતી.
કંઈ રીતે પેમેન્ટ કરી શકશો ?
એમેઝોન પે પરથી કેશબેક મેળવવા માટે તમારે 1 માર્ચ 2021 થી 1 એપ્રિલ 2021 સુધી LPG ગેસ સિલિન્ડર નું બુકિંગ કરવાનું રહેશે. ઑફર ફકત પહેલી વાર ગેસ સિલિન્ડર નું બુકિંગ કરશે તેના માટે જ છે. કેશબેક તમને ત્યારે જ મળશે જ્યારે Amazon pay UPI ઓપ્શન સિલેક્ટ કરી પેમેન્ટ કરશો. પેમેન્ટ કર્યા બાદ 50 રૂપિયા નું કેશબેક તમારા Amazon Pay એકાઉન્ટ માં જમા થઈ જશે.
1 માર્ચે વધ્યા હતા LPG ગેસ સિલિન્ડર ના ભાવ :-
LPG ગેસ સિલિન્ડર ના ભાવ પહેલી માર્ચે 25 રૂપિયા વધ્યા હતા અને ગયા મહિને ત્રણ વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ફકત ફેબ્રુઆરી મહિનામાં જ 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. માર્ચના અને ફેબ્રુઆરી મહિનામાં કુલ 125 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
માર્ચ અને ફેબ્રુઆરી મહિનામાં નીચે મુજબ ગુજરાત માં રાંધણગેસ ના ભાવો રહ્યા છે.
માર્ચ મહિનામાં બદલાયેલા ગુજરાતના જિલ્લાઓના નવા ભાવો :
અમદાવાદ :- ₹ 776
અમરેલી :- ₹ 788.50
આણંદ :- ₹ 775
અરવલ્લી :- ₹ 825
ભાવનગર :- ₹ 777
બનાસકાંઠા :- ₹ 793
ભરૂચ :- ₹ 775
બોટાદ :- ₹ 825
છોટા ઉદેપુર :- ₹ 833.50
દાહોદ :- ₹ 796.50
દેવભૂમિ દ્વારકા :- ₹ 842
ગાંધીનગર :- ₹ 777
ગીર સોમનાથ :- ₹ 825
જામનગર :- ₹ 781.50
જૂનાગઢ :- ₹ 837
ખેડા :- ₹ 826
કચ્છ :- ₹ 826
મહીસાગર :- ₹ 842
મહેસાણા :- ₹ 826
મોરબી :- ₹ 842
નર્મદા :- ₹ 826
નવસારી :- ₹ 826
પંચમહાલ :- ₹ 835
પાટણ :- ₹ 835
પોરબંદર :- ₹ 835
રાજકોટ :- ₹ 835
સાબરકાંઠા :- ₹ 845.50
સુરત :- ₹ 845.50
સુરેન્દ્રનગર :- ₹ 845.50
તાપી :- ₹ 825
ડાંગ :- ₹ 845.50
વડોદરા :- ₹ 825
વલસાડ :- ₹ 825
ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવો :
અમદાવાદ :- ₹ 701
અમરેલી :- ₹ 713.50
આણંદ :- ₹ 700
અરવલ્લી :- ₹ 783.50
ભાવનગર :- ₹ 702
બનાસકાંઠા :- ₹ 718
ભરૂચ :- ₹ 700
બોટાદ :- ₹ 782.50
છોટા ઉદેપુર :- ₹ 783.50
દાહોદ :- ₹ 721.50
દેવભૂમિ દ્વારકા :- ₹ 788
ગાંધીનગર :- ₹ 702
ગીર સોમનાથ :- ₹ 790
જામનગર :- ₹ 706.50
જૂનાગઢ :- ₹ 788
ખેડા :- ₹ 776
કચ્છ :- ₹ 789.50
મહીસાગર :- ₹ 792
મહેસાણા :- ₹ 777.50
મોરબી :- ₹ 780
નર્મદા :- ₹ 790
નવસારી :- ₹ 783.50
પંચમહાલ :- ₹ 785
પાટણ :- ₹ 793
પોરબંદર :- ₹ 790
રાજકોટ :- ₹ 774.50
સાબરકાંઠા :- ₹ 795.50
સુરત :- ₹ 774.50
સુરેન્દ્રનગર :- ₹ 781.50
તાપી :- ₹ 789
ડાંગ :- ₹ 786.50
વડોદરા :- ₹ 775
વલસાડ :- ₹ 788.50