ઓગસ્ટ મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો: જાણો ગુજરાતનાં દરેક જિલ્લાના ભાવો

ઓગસ્ટ મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો: જાણો ગુજરાતનાં દરેક જિલ્લાના ભાવો

ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (Indian Oil Marketing Companies) એ ઓગસ્ટ મહિના માટે ઘરેલુ ગેસ સિલિન્ડરનાં ભાવ જાહેર કરી દીધા છે. 14.2 કિલોગ્રામનાં સબસિડી વગરના ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનાં ભાવમાં 73.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનાં ભાવમાં વધારો થવાથી દેશની રાજધાની દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમતવધીને 1623 રૂપિયા થઈ ગઈ છે. તમને જણાવી દઇએ કે દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ LPG (Liquefied Petroleum Gases) ગેસ સિલિન્ડરની નવી કિંમતો બહાર પાડે છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઓગસ્ટ મહીનામાં 14.2 કિલો સબસિડી વિનાના સિલિન્ડરમાં ભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી, એટલે કે 14.2 કિલો સબસિડી વિનાના ગેસ સિલિન્ડર જૂની કિંમત મુજબ જ મળશે. LPG ગેસ સિલિન્ડરની જૂની કિંમત 834.50 રૂપિયા રહી હતી જે ઓગસ્ટ મહીનામાં જ્યાં સુધી નવી કિંમત બહાર ના પડે ત્યાં સુધી જૂની કિંમત બજારમાં લાગુ રહેશે, આ ભાવ દિલ્હીના છે. તમને જણાવી દઈએ કે ઓઈલ કંપનીઓ દ્વારા જુલાઈ મહિનામાં LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી. જે ફેબ્રુઆરીમાં વધીને 719 રૂપિયા કરવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં બે વખત ભાવ વધારવામાં આવ્યો જેથી 15 ફેબ્રુઆરીએ ભાવ વધારીને 769 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં ગેસ સિલિન્ડરનાં ભાવો ની વાત કરીએ તો 14.2 કિલોગ્રામ નાં LPG સિલિન્ડર માં ખાસ્સો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. જે ભાવ હતા તે ભાવે જ ગેસ સિલિન્ડર મળી રહેશે.

દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 73 રૂપિયા વધીને 1623 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 72.50 રૂપિયા વધીને 1629 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નઈમાં 73.50 રૂપિયાનો વધારો થયો હતો, ત્યારબાદ સિલિન્ડરની કિંમત 1761 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં ગેસ સિલિન્ડરની કિંમત 72.50 રૂપિયા વધીને 1579.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

ગુજરાતના દરેક જિલ્લામાં 1 ઓગસ્ટથી ગેસ સિલિન્ડરનાં 14.2 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહેશે.

 

જિલ્લો 

ઓગસ્ટ 2021

જુલાઈ 2021

અમદાવાદ 

848.50

841.50

અમરેલી 

848.50

854

આણંદ 

840.50

840.50

અરવલ્લી 

849

849

બનાસકાંઠા 

858.50

858.50

ભરૂચ 

840.50

840.50

ભાવનગર 

840.50

842.50

બોટાદ 

849

848

છોટાઉદેપુર

849

849

દાહોદ 

862

862

દેવભૂમિ દ્વારકા

853.50

853.50

ગાંધીનગર 

842.50

842.50

ગીર સોમનાથ 

849

855.50

જામનગર 

847

847

જુનાગઢ 

853.50

853.50

ખેડા 

841.50

841.50

કચ્છ 

855.50

855.50

મહીસાગર 

857.50

857.50

મહેસાણા 

843

843

મોરબી 

857.50

855.50

નર્મદા 

855.50

855.50

નવસારી 

849

849

પંચમહાલ 

850.50

850.50

પાટણ

858.50

858.50

પોરબંદર 

855.50

855.50

રાજકોટ 

855.50

840

સાબરકાંઠા 

861

861

સુરત 

840

840

સુરેન્દ્રનગર 

840

847

તાપી 

854.50

854.50

ડાંગ 

852

852

વડોદરા 

840.50

840.50

વલસાડ 

854

854

 

 

 

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.