khissu

પેટ્રોલની મોંઘવારીથી તમને જલ્દી મળશે છુટકારો, ઈન્ડિયન ઓઈલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું આ સસ્તું ઈંધણ

પેટ્રોલની કિંમતમાં વધારા બાદ હવે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) એ નવા પ્રકારનું પેટ્રોલ માર્કેટમાં લોન્ચ કર્યું છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલા નવા પ્રકારનું પેટ્રોલ તેલના ભાવને નીચે લાવી શકે છે. આસામના તિનસુકિયા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 15 ટકા મિથેનોલના મિશ્રણ સાથે પેટ્રોલ 'M15' લોન્ચ કરવામાં આવ્યું છે.

ઈંધણના વધતા ભાવથી રાહત
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ શનિવારે નીતિ આયોગના સભ્ય વીકે સારસ્વત અને IOC અધ્યક્ષ એસએમ વૈદ્યની હાજરીમાં 'M 15' પેટ્રોલ લોન્ચ કર્યું. તેલીએ જણાવ્યું હતું કે મિથેનોલના મિશ્રણથી ઇંધણની વધતી કિંમતોમાં રાહત મળશે. કિંમતમાં ઘટાડાથી સામાન્ય માણસને ખૂબ ફાયદો થશે.

ઈન્ડિયન ઓઈલનું આત્મનિર્ભર બનાવવાનું પગલું
તેમણે કહ્યું, 'M15 પેટ્રોલની પાઇલટ રિલીઝ એ ઇંધણના મામલે આત્મનિર્ભર બનવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, તેનાથી આયાતનો બોજ પણ ઘટશે.' એક સત્તાવાર નિવેદનમાં, મંત્રીને ટાંકવામાં આવ્યું હતું કે ઈન્ડિયન ઓઈલ ભારતને ઊર્જામાં આત્મનિર્ભર બનાવવા માટે આ પગલું લઈ રહ્યું છે.

105 રૂપિયાથી વધુ પેટ્રોલનો દર
અહીં મિથેનોલની સરળ ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને આ પહેલ માટે તિનસુકિયાની પસંદગી કરવામાં આવી હતી. તેનું ઉત્પાદન આસામ પેટ્રોકેમિકલ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે હાલમાં રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105 રૂપિયા પ્રતિ લીટરની ઉપર ચાલી રહી છે.

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. કંપનીઓએ 22 માર્ચથી 6 એપ્રિલ સુધી કિંમતમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. 6 એપ્રિલ પછી, અત્યાર સુધી કંપનીઓએ કોઈપણ રીતે કિંમતમાં વધારો કર્યો નથી.