khissu

મા કાર્ડની મુદ્દત 31 જુલાઈ સુધી લંબાવાઈ: ખાનગી હોસ્પિટલો માટે રસીની કિંમત જાહેર, સોનાં ચાંદીના ભાવ વગેરે અપડેટ જાણો ટૂંકમાં

એસબીઆઇ નાં ગ્રાહકો માટે:- એસબીઆઇ એ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે જો તમે 30 જૂન સુધી પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહિ કરાવો તો પાનકાર્ડ ઇનેક્ટિવ થઈ જશે અને જેના કારણે ગ્રાહકોને ટ્રાન્જેક્શનમાં પરેશાની થશે. સાથે જ બેંક એકાઉન્ટ સસ્પેન્ડ થવા પર ખાતામાં રહેલા પૈસા પણ ફ્રીઝ થઈ જશે. જે બાદ ગ્રાહકો પૈસા પણ નહિ કાઢી શકે. સાથે જ કોઈ પણ સરકારી યોજના પર સબસિડી કે લાભ નહિ મળે. જો તમે 30 જૂન સુધી આધાર સાથે પાન કાર્ડ લિંક નહિ કરવો તો તમારું પાનકાર્ડ બ્લોક થઈ જશે. અને જ્યારે તમે એક્ટિવ કરાવવા જશો તો 1000 રૂપિયા દંડ આપવો પડશે.

દુનિયા ઈન્ટરનેટ વગર ઠપ:- મીડિયા રિપોર્ટ અનુસાર એક પ્રાઇવેટ CDN માં ઇસ્યુ સર્જાતા આ ટેકનિકલ ખમી સર્જાઈ હતી. ગાર્ડિયન, ન્યુયોર્ક ટાઈમ્સ, BBC અને ફાઇનાન્સિયલ સાઈટ્સ પર મોટા પાયે અસર પડી હતી. જે વેબસાઈટ ને ઓપન કરવામાં મુશ્કેલી થતી હતી તે રેડીટ, પિન ટેસ્ટ, ટ્રિય, ન્યુયોર્ક ટાઈમ્સ, ધ ગાર્ડિયન, બ્લુ મર્ગ, બીબીસી, સાથે જ  ભારતમાં ઇન્કમ ટેક્સ વિભાગ પર ભારે અસર પડી હતી. લગભગ 45 મિનિટ સુધી આ તમામ વેબસાઈટ બંધ રહી હતી. 45 મિનિટ બાદ ધીરે ધીરે વેબસાઈટ કામ કરવા લાગી હતી. ભારતમાં ઈન્ટરનેટ સેવા ઠપ થતાં ઇન્કમ ટેક્સ વિભાગની સાઇટ ક્રેશ થઈ હતી. ત્યાર બાદ નાણાં મંત્રીએ ટ્વીટ કરીને ઇન્ફોસિસ ને ઠીક કરવાનું જણાવ્યું હતું.

સોનાના ભાવમાં ઘટાડો:- માર્કેટમાં પાછલા બે દિવસોમાં સોનાની કિંમતમાં એક હજાર રૂપિયાનો ઘટાડો થયો હતો. ત્યારે ચાંદી ની કિંમતમાં પણ સતત ઘટાડો નોંધાયો રહ્યો છે. પાછલા બે દિવસથી ચાંદીનાં ભાવમાં લગભગ બે હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. સોનાના ભાવની તુલના કરીએ તો સોનાનું પોતાના ઉચ્ચતમ ભાવથી લગભગ 8000 રૂપિયા નીચે જતું રહ્યું હતું. 7 ઓગસ્ટ 2020 માં સોનાની કિંમત 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવને પાર કરી ગઇ હતી. ગઇકાલે દેશની રાજધાનીમાં સોનાનો ભાવ 51,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે ચાંદીમાં  544 રૂપિયાનો વધારો થયો છે અને તેનો ભાવ 71,294 રૂપિયા થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં અમેરિકી ડોલર મજબૂત છે જેના કારણે સોનાનો ભાવ ઓછો થયો છે. સોનું 0.2 ટકા ઘટીને 1886.76 ડોલર પ્રતિ ઔંસ થયો છે. જ્યારે ચાંદી 0.7 ટકા ઘટીને 27.58 ડોલર પ્રતિ ઔંસ થઈ છે.

ગુજરાતમાં આવી નવી બીમારી:- હાલનાં સમયમાં બાળકો અને યુવાનો મોબાઈલ નો ઉપયોગ વધુ કરતા હોય છે. તેના કારણે કમ્પ્યુટર વિઝન સિન્દ્રોમનાં કેસમાં ઉછાળો આવ્યો છે. આ માટે ઑનલાઇન ક્લાસ, ઝૂમ મીટીંગ, મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ જવાબદાર છે. આંખોની બીમારીના 70 ટકા કેસ સ્ક્રીન ટાઈમ વધવાને કારણે વધ્યા છે. નિષ્ણાતો કહે છે કે આંખની પલકો એક મિનિટમાં 20 વાર ઝપકવી જોઈએ. સ્ક્રીન ટાઈમ નાં કારણે માત્ર 5 થી 7 વાર જ આંખ ઝપકે છે. દર કલાકે 20 સેકન્ડ આંખો બંધ રાખવાથી ફાયદો થાય છે. આંખની લાલાશ, માથું દુખવું, ડબલ વિઝનની સમસ્યા મુખ્ય લક્ષણ છે.

વેક્સિનેશન:- પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે દેશને કરેલા સંબોધન બાદ બીજા જ દિવસે કેન્દ્ર સરકારે વેક્સિન નાં એક મોટા જથ્થાનો ઓર્ડર આપ્યો છે. સરકારે કંપનીઓને ઓર્ડર ની 30% રકમ એડવાન્સ આપી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા જેટલા વેક્સિન નાં ડોઝ મળશે તેમાં રાજ્યોએ પ્રાથમિકતા નક્કી કરવાની રહેશે. આ પ્રયોરિટીમાં હેલ્થકેર વર્કર સૌથી ઉપર રહેશે. જે બાદ 45 વર્ષથી વધુની ઉંમરના લોકો અને ત્યાર બાદ  તમામ લોકોને પ્રાથમિકતા આપવી પડશે. જેનો બીજો ડોઝ બાકી છે. ત્યાર પછી  18 વર્ષથી વધુની ઉંમરના લોકોનો નંબર આવશે. જે પણ નિર્ણય લેવાનો હશે તે રાજ્ય સરકાર પોતાની હિસાબે પ્રયોરીટિ નક્કી કરશે.

કોરોના અપડેટ:- ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરનો અંત આવી રહ્યોં છે. રાજ્યમાં કોરોના કેસોમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. કોરોના રિકવરી રેટ પણ 96.98 ટકાએ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના નાં નવા 695 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના નાં કારણે આજે વધુ 11 દર્દીઓના મોત થયા છે. વીતેલા 24 કલાકમાં ગુજરાતમાં 2122 દર્દીઓ સાજા થયા છે. કોરોના ને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9955 લોકોને કોરોના ભરખી ગયો હતો. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 14,724 દર્દીઓ સારવાર હેઠળ છે. દર્દીની નાજુક સ્થિતિના કારણે કુલ 351 દર્દીઓ હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

મા કાર્ડની મુદ્દતમાં વધારો:- કોરોના મહામારી ની બીજી લહેર ને ધ્યાનમાં લઈને મા કાર્ડની મુદ્દત આગામી 31 જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલે લીધો છે. વધુમાં તેને જણાવ્યું છે કે કોરોના ની બીજી લહેરને ધ્યાને લઇને રાજ્યની કચેરીઓ બંધ હતી. આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇને મા કાર્ડની મુદ્દત આગામી 31 જુલાઈ 2021 સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો. જે નાગરિકોના મા કાર્ડની મુદ્દત 31-3-2021 નાં રોજ પૂરી થઈ ગઈ છે તેવા લોકો માટે હાલની કોરોના પરિસ્થિત ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કાઢવાની મુશ્કેલી ધ્યાને લેતા મા કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે 30-06-2021 સુધી લંબાવવામાં આવી છે.

તથ્ય:- ટેસ્ટી ભી હેલ્થી ભી દાવા સાથે મળતી મેગી તમે પણ ખાતા હશો, પરંતુ નેસ્લે કંપનીની કેટલીક પ્રોડક્ટ એવી પણ છે કે જે પહેલેથી જ આરોગ્યપ્રદ નથી. અને એમાં સુધારા પછી પણ તે બીનારોગ્યપ્રદ રહી છે.જેટલી તમે મેગીને હેલધિ માનો છો તેટલી હેલધી નથી. મેગીમાં ભરપૂર માત્રામાં મીઠું અને ફેટના કારણે તે સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોચાડે છે. બીજા અહેવાલ પ્રમાણે મેગીમાં વેક્સ નો ઉપયોગ થાય છે એટલે કે મેગી બનાવવામાં મીણનો ઉપયોગ થાય છે. જો તમે મેગી ખાવ છો તો તમારે મેગી ખાવાની બંધ કરી દેવી જોઈએ. કારણ કે હવે નેસ્લે કંપનીએ જ જણાવ્યું છે કે નેસ્લે પોતે પણ એવું માને છે કે વૈશ્વિક પ્રોડક્ટ પોર્ટોફોલિયો સામે 30% પ્રોડક્ટ બીનારોગ્યપ્રદ ની શ્રેણીમાં આવે છે.

કેન્દ્ર સરકારે નકકી કરી વેક્સિન ની કિંમતો:- કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલો માટે કોરોના વેક્સિન નાં મહત્તમ દર નક્કી કર્યા છે. નવા નક્કી કરેલી કિંમત મુજબ કોવેક્સિન ની કિંમત 1410 રૂપિયા હશે. જેમાં રસીની કિંમત 1200 કિંમત + 60% જીએસટી + 150 રૂપિયા સર્વિસ ચાર્જ. કોવિશિલ્ડની કિંમત 780 રૂપિયા રાખવામાં આવી છે. જેમાં 600 રૂપિયા  રસીની કિંમત માં +5% GST + સર્વિસ ચાર્જ 150 રૂપિયા હશે. ખાનગી હોસ્પિટલો માટે સ્પુટનિક વી ની કિંમત 1145 રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવી છે. જેમાં 948 રસી + 47 જીએસટી + 150 સર્વિસ ચાર્જ લાગશે. નિર્ધારિત દર માટે તેના પર દરરોજ નજર રાખવામાં આવશે. વધુ દર વસૂલવા બદલ ખાનગી કોવિડ રસીકરણ કેન્દ્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યોને 150 રૂપિયાના સર્વિસ ચાર્જ કરતા વધારે ખાનગી હોસ્પિટલો ન લે તેમ કહ્યું છે. જેની સંભાળ રાજ્ય સરકારે કરવાની છે.

સ્પોર્ટ્સ:- સુનીલ છેત્રી  એ 79મી મિનીટમાં ગોલ કરીને ટીમના ખાતામાં ગોલ નાંખ્યો હતો અને સાથે જ ટીમની જીત પણ નિશ્ચિત કરી દીધી હતી. આ સાથે જ 36 વર્ષીય સ્ટ્રાઇકરે ઇન્ટરનેશનલ સ્તર પર પોતાના ગોલની સંખ્યા 74 કરી લીધી છે. ઇન્ટરનેશનલ ફૂટબોલમાં સક્રિય પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોથી સુનીલ પાછળ છે. રોનાલ્ડોના 103 ગોલ છે. સાથે જ છેત્રી 11મા સ્થાને પહોંચી ગયો છે. ટોપ 10માં આવવા માટે તેને હવે માત્ર 1 જ ગોલ કરવાનો રહેશે. હંગરીના સેન્ડર કોક્સિસ, જપાનના કુનિશિગે કામટો અને કુવૈતના બશર અબ્દુલ્લાહના 75 ગોલ છે.ભારતને આ પહેલા 3 જૂનના રોજ એશિયા ચેમ્પિયન કતર વિરુદ્ધ 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશને ભારતે 2-0થી હરાવી દીધુ હતુ.