1 સપ્ટેમ્બરથી આ નિયમ સરકારે ફરજિયાત કર્યો, વાહન ખરીદતા પહેલા જાણી લેજો, તમારાં ખીસ્સા પર સીધી અસર થશે

1 સપ્ટેમ્બરથી આ નિયમ સરકારે ફરજિયાત કર્યો, વાહન ખરીદતા પહેલા જાણી લેજો, તમારાં ખીસ્સા પર સીધી અસર થશે

મદ્રાસ હાઈકોર્ટે વાહનો નાં વીમા અંગે એક મોટો નિર્ણય આપ્યો છે, જે અંતર્ગત 1 સપ્ટેમ્બર 2021 થી વેચવામાં આવતા દરેક નવા વાહનો માટે "બમ્પર-ટુ-બમ્પર" વીમો લેવો ફરજિયાત રહેશે.  ખાસ વાત એ છે કે, બમ્પર-ટુ-બમ્પર કાર વીમો ડ્રાઈવર, મુસાફરો અને વાહનના માલિકને કવર કરી લે છે અને  આ વીમો પાંચ વર્ષના સમયગાળા માટે હોવો જરૂરી છે.

 બમ્પર-ટુ-બમ્પર વીમો પાંચ વર્ષથી વધુ સમય સુધી લંબાવી શકાતો નથી. તમને જણાવી દઈએ કે બમ્પર-ટુ-બમ્પર વીમામાં, વાહનના એ ભાગોને પણ આવરી લેવામાં આવશે જે વીમા કંપનીઓ સામાન્ય રીતે આવરી લેતી નથી. ઇંસ્યોરન્સ કંપનીનું કહેવું છે કે સબંધિત વીમા પોલિસી માત્ર થર્ડ પાર્ટી દ્વારા વાહનને થનાર નુકસાન માટે જ હતી. નહિ કે વાહનમાં સવાર લોકો માટે.

આ વીમો શું છે: બમ્પર-ટુ-બમ્પર વીમાની વાત કરીએ તો, જ્યારે તમારી કારનું એક્સિડન્ટ થાય છે, ત્યારે કારને ઘણું નુકસાન થતું હોય છે.  આ વીમાની સૌથી મોટી વિશેષતા એ છે કે આમાં, તમારા વાહનના દરેક ભાગને નુકસાન થાય છે, પછી ભલે તે ગમે તેટલું નાનું હોય, તેના માટે પણ ચુકવણી કરવામાં આવશે. આ વીમા હેઠળ, કારને 100 ટકા કવર મળે છે, જે કારના માલિક પર બોજ નથી. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે એ વાત ઘણી દુઃખ પહોંચાડે છે કે જ્યારે કોઈપણ વાહનનું વેંચાણ કરવામાં આવે ત્યારે ખરીદનારને પોલીસીની શરતો અને તેના મહત્વ અંગે જાણકારી આપવામાં નથી આવતી.

વધુ કવરેજ મેળવવું એ આ પોલિસીનો માત્ર એક ફાયદો છે પરંતુ આ સાથે તમને અન્ય ઘણા લાભો પણ મળશે.  જો કે, આ નીતિનો લાભ લેવા માટે, વાહન માલિકે વધારે પ્રીમિયમ ચૂકવવું પડશે, જે સૌથી મહત્વનું છે.  વાહન માલિકોને હવે 100 ટકા કાર કવર માટે પહેલા કરતા વધારે પૈસા ખર્ચવા પડશે.