બેંક ઓફ બરોડા અને SBI સહિત ૬ બેંકોના નિયમોમાં થયા મોટાં ફેરફાર: ચેકબુક, ATM અને SMS ચાર્જ સહિત બેંકોના IFSC Code બદલાયા

બેંક ઓફ બરોડા અને SBI સહિત ૬ બેંકોના નિયમોમાં થયા મોટાં ફેરફાર: ચેકબુક, ATM અને SMS ચાર્જ સહિત બેંકોના IFSC Code બદલાયા

જો તમે ભારતીય સ્ટેટ બેંક (State Bank of India - SBI), એક્સિસ બેંક (Axis Bank), કેનેરા (Canara Bank) અને સિન્ડિકેટ બેંક (Syndicate Bank), બેંક ઓફ બરોડા (Bank Of Baroda), આઈડીબીઆઈ બેંક (IDBI Bank) ના ગ્રાહક છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. આજથી ઘણી જાહેર અને ખાનગી બેંકોના નિયમો બદલાઈ રહ્યા છે. દેશની સૌથી મોટી સરકારી બેંક આજથી એટલે કે 1 જુલાઈથી ઘણા પ્રકારના નિયમોમાં ફેરફાર કરી રહી છે. આમાં એટીએમ, ચેક બુક અને શાખાઓમાંથી રોકડ ઉપાડવાના ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવી દઈએ કઈ કઈ બેંકે પોતાના નિયમોમાં ફેરફાર કર્યા છે. 

૧. ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહકો માટે:- આજથી મૂળભૂત બચત ખાતા માટે, શાખાઓ અને એટીએમથી કોઈપણ શુલ્ક લીધા વિના ચાર વખત રોકડ ઉપાડી શકો છો. ત્યાર પછી તેના પર ચાર્જ વસૂલવામાં આવશે. 4 વાર પૈસા ઉપાડ્યા પછી, તમારે દરેક વ્યવહાર પર 15 રૂપિયા + જીએસટી ફી ચૂકવવી પડશે. એસબીઆઈ બીએસબીડી (SBI BSBD) ના ખાતા ધારકો પાસેથી 10 પાનાની ચેક બુક મંગાવવા પર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, પરંતુ 10 પાનાની ચેક બુક પુરી થયા બાદ નવી ચેક બુક મંગાવવા પર 40 રૂપિયા + જીએસટી ચાર્જ લાગશે. તેમજ, 25 પાનાવાળી ચેક બુક મંગાવવા પર 75 રૂપિયા ચાર્જ લેવામાં આવશે.  ઇમરજન્સી ચેક બુક માટે 50 રૂપિયા + જીએસટી ચાર્જ ચૂકવવાનો રહેશે.

આ પણ વાંચો: SBI ના કોઈ કર્મચારીની ફરિયાદ કેવી રીતે કરી શકાય? જાણો ફરિયાદ કરવા માટેની સંપુર્ણ પ્રોસેસ...

SBI ATM અથવા બેંક શાખામાંથી 4 વખત પૈસા ઉપાડવા માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં.  ત્યાર બાદ એટલે કે, મફત મર્યાદા પછી રોકડ ઉપાડ્યા માટે 15 રૂપિયા + જીએસટીનો ચાર્જ લાગુ કરવામાં આવશે.

૨. કેનરા બેંક અને સિન્ડિકેટ બેંક ગ્રાહકો માટે:- જો તમે સિન્ડિકેટ બેંકના ગ્રાહક છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. કેનેરા બેંક 1 જુલાઈ, 2021 થી સિન્ડિકેટ બેંકનો આઈએફએસસી કોડ બદલવા જઈ રહી છે. ખરેખર, 1 એપ્રિલ 2020 માં સિન્ડિકેટ બેંકને કેનેરા બેંકમાં મર્જ કરવામાં આવી હતી. હવે કેનેરા બેંક 1 જુલાઇથી સિન્ડિકેટ બેંક શાખાનો આઈએફએસસી કોડ બદલવા જઈ રહી છે. એટલે કે જૂનો આઈએફએસસી કોડ (IFSC Code) હવેથી કાર્યરત રહેશે નહીં.

ગ્રાહકોએ તેમની બેંક શાખા માટે નવો આઈએફએસસી કોડ મેળવવો પડશે.
કેનેરા બેંક વતી કહેવામાં આવ્યું છે કે સિન્ડિકેટ બેંકના મર્જ થયા બાદ સિન્ડિકેટ બેંકની શાખાનો આઈએફએસસી કોડ બદલવામાં આવ્યો છે. કેનેરા બેંકના જણાવ્યા અનુસાર સિન્ડિકેટ બેંકના જૂના આઈએફએસસી કોડમાં 10000 ઉમેરશો એટલે નવો આઈએફએસસી કોડ મળી જશે. ઉદાહરણ તરીકે, જો તમારો જૂનો આઈએફએસસી કોડ SYNB0003638 હતો, તો હવે તેનો નવો આઈએફએસસી કોડ તેની જગ્યાએ CNRB0013638 હશે.

૩. આઈડીબીઆઈ બેંકના ગ્રાહકો માટે:- આઈડીબીઆઈ બેંક 20 પાનાની ચેક બુક વિના મૂલ્યે આપશે. ત્યાર પછી ચેક દીઠ પાંચ રૂપિયા લેવામાં આવશે.  પરંતુ જો તમે આઈડીબીઆઈ 'સબકા સેવિંગ્સ એકાઉન્ટ' રાખો છો તો આ ચાર્જ લાગુ થશે નહીં.

૪. કોર્પોરેશન બેંક અને આંધ્રા બેંકના ગ્રાહકો માટે:- કોર્પોરેશન બેંક અને આંધ્રા બેંકને યુનિયન બેંકમાં મર્જ કરી દેવામાં આવી છે. તેથી બંને બેંકોના ગ્રાહકોને નવીનતમ સુરક્ષા સુવિધાઓ માટે નવી ચેક બુક મેળવવા માટે કહેવામાં આવ્યું છે.

૫. બેંક ઓફ બરોડા ગ્રાહકોના માટે:- જે લોકોનું બેંક ઓફ બરોડામાં ખાતું છે તેમના માટે મોટા સમાચાર છે. બેંક દ્વારા નવો આઈએફએસસી કોડ જારી કરવામાં આવ્યો છે. બેંક મર્જ થયા પછી, ગ્રાહકોનો આઈએફએસસી કોડ બદલાઈ ગયો છે. અત્યાર સુધી, બેંક ઓફ બરોડા દ્વારા છૂટ આપવામાં આવી હતી કે તમે તમારા જૂના આઈએફએસસી કોડ દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકો છો, પરંતુ 1 જુલાઈ 2021 પછી, તમારો જૂનો આઈએફએસસી કોડ કામ કરશે નહીં. તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા વર્ષ 2019 માં વિજયા બેંક અને દેના બેંકને બેંક ઓફ બરોડામાં મર્જ કરવામાં આવી હતી, ત્યારબાદ જ આ કોડ્સ બદલાયા હતા. 30 જૂન પછી, દેના બેંક અને વિજયા બેંકના ગ્રાહકોના જુના આઈએફએસસી કોડ બંધ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનો નવો આઈએફએસસી કોડ (IFSC Code) કેવી રીતે મેળવી શકાય તે જાણવા માટે અહીં ક્લીક કરો. 

૬. એક્સિસ બેંકના ગ્રાહકો માટે:- 1 જુલાઈ, 2021 થી એક્સિસ બેંક પોતાના એસએમએસ એલર્ટની ફીમાં વધારો કરવા જઈ રહી છે. બેંકની વેબસાઇટ અનુસાર, હાલમાં વેલ્યુ-એડેડ સર્વિસ ચેતવણીઓ માટેના સબ્સ્ક્રિપ્શન આધારે વેલ્યુ- એડેડ એસએમએસ ફી દર મહિને 5 રૂપિયા હતી. પરંતુ 1 જુલાઈ, 2021 થી ગ્રાહકોને એક એસએમએસ ચેતવણી માટે 25 પૈસા ચૂકવવા પડશે. એસએમએસ એલર્ટ ફી મહત્તમ 25 રૂપિયા પ્રતિ મહિને રહેશે. જો કે આ ચાર્જમાં, બેંક દ્વારા મોકલેલા પ્રમોશનલ સંદેશાઓ અને ઓટીપી (OTP) નો સમાવેશ કરવામાં આવશે નહીં.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.