LPGનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે. જો તમે પણ એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, તો હવે નિશ્ચિંત થઈ જાવ. માત્ર એક મિસ્ડ કોલથી તમે એલપીજી સિલિન્ડર બુક કરી શકશો. એલપીજીની ડિલિવરી પણ તમારા ઘરે જ કરવામાં આવશે. આ સુવિધા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) ના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. કંપનીઓએ પોતાના નંબર પણ જારી કર્યા છે, જેના પર મિસ્ડ કોલ કરીને ગ્રાહકો તેમના એલપીજી સિલિન્ડરનું બુકિંગ કરાવી શકે છે.
મિસ્ડ કોલ દ્વારા એલપીજી સિલિન્ડરનો ઓર્ડર આપો
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), જે ઇન્ડેન ગેસ સપ્લાય કરે છે, તેણે ફેબ્રુઆરી 2021 માં તેના ગ્રાહકો માટે મિસ્ડ કોલ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરવાની સુવિધા શરૂ કરી હતી. ગ્રાહકોને ગેસ બુક કરાવવાની ચિંતા ન કરવી પડે તેથી કંપનીએ આ પહેલ કરી છે. વાસ્તવમાં, ઘણી વખત એવું બનતું હતું કે ગ્રાહકોએ લાંબા સમય સુધી કસ્ટમર કેર નંબર પર કૉલને હોલ્ડ પર રાખવો પડતો હતો. પરંતુ, મિસ્ડ કોલની સુવિધા શરૂ થયા પછી, આ કરવાની જરૂર રહેશે નહીં.
તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં
ઇન્ડિયન ઓઇલે ટ્વિટર પર આ માહિતી આપી છે. કંપનીએ કહ્યું છે કે જો તમને કસ્ટમર કેર દ્વારા ગેસ બુક કરવામાં સમસ્યા આવી રહી છે, તો તેમણે મિસ્ડ કોલ દ્વારા સિલિન્ડર બુક કરાવી શકો છો. કંપનીએ આ માટે ફોન નંબર પણ આપ્યો છે. એવું કહેવાય છે કે જે નંબર પર ગ્રાહકોએ મિસ્ડ કોલ કરવાનો હોય છે તે છે - 8454955555. હા, તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી આ નંબર પર કોલ કરીને ગેસ બુક કરાવવો પડશે. આ માટે તમારે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
એલપીજી બુક કરવાની અન્ય રીતો
કસ્ટમર કેરમાં કૉલિંગ અને મિસ્ડ કૉલ્સ ઉપરાંત, ગેસ સિલિન્ડર બુક કરવાની રીતો છે. IOCL, HPCL અને BPCL ના ગ્રાહકો Whatsapp અને SMS દ્વારા પણ ગેસ સિલિન્ડર બુક કરી શકે છે.
ગેસ સિલિન્ડરનું બુકિંગ આ રીતે કરાવો
ઇન્ડેન ગ્રાહકોએ તેમનો LPG સિલિન્ડર બુક કરવા માટે તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 7718955555 પર કૉલ કરવાનો રહેશે. બીજી રીત છે Whatsapp. જો તમે વોટ્સએપ દ્વારા ગેસ બુક કરાવવા માંગતા હોવ તો 7588888824 પર Whatsapp પર REFILL મોકલો. ગેસ બુકિંગની સંપૂર્ણ વિગતો તમારા સુધી પહોંચશે. ગેસ સિલિન્ડરની ડિલિવરી પણ તમારા ઘરે સમયસર કરવામાં આવશે.
HP ગ્રાહકો માટે LPG કેવી રીતે બુક કરવી
હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP) ગ્રાહકો 9222201122 પર Whatsapp મેસેજ મોકલીને LPG સિલિન્ડર બુક કરી શકે છે. એલપીજી સિલિન્ડર બુક કરવા માટે તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી BOOK લખીને 9222201122 નંબર પર મોકલવાનો રહેશે. આમ કરવાથી તમને ગેસ બુકિંગની વિગતો મળી જશે. તમે આ નંબર પર એલપીજી સબસિડી સંબંધિત માહિતી પણ મેળવી શકો છો.
ભારત ગેસના ગ્રાહકો આ રીતે બુક કરાવો
ભારત ગેસ (Bharat Gas)ના ગ્રાહકે તેના રજિસ્ટર્ડ મોબાઈલ પરથી 1800224344 નંબર પર 1 અથવા BOOK લખીને મોકલવાનું રહેશે. તમે આ પ્રોસેસ કરશો કે તરત જ કંપની તમારી બુકિંગ વિનંતી સ્વીકારશે. તમારા વોટ્સએપ નંબર પર કંપની તરફથી એલર્ટ આવશે. તમારો સિલિન્ડર પણ સમયસર પહોંચાડવામાં આવશે.