khissu

ખાતરના ભાવમાં વધારો થતા IFFCO ના મેનેજર અને સીઈઓ એ કરી સપષ્ટતા: શું ખરેખર ભાવમાં વધારો થયો છે?

ગેસ, પેટ્રોલ અને ઘરની જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને લોકોમાં મુશ્કેલીઓ વધી રહી છે. તેવામાં ઇફ્કોએ ખાતરના ભાવમાં વધારો ઝીંક્યો છે. DAP ખાતર ના ભાવમાં 300 રૂપિયાનો વધારી દેવામાં આવ્યો છે. ગયા મહિને ખાતરની કંપનીઓએ 50 કિલોનો ખાતરની થેલી માં 300 વધાર્યા હતા. પરંતુ ઇફકોએ વધતા ભાવોને નકાર્યા છે. ઇફકો કંપનીએ કહ્યું છે કે જૂની ખાતરની થેલી જૂના ભાવમાં જ મળશે.

ઇફકો એ જણાવ્યું હતું કે સોશીયલ મિડીયામાં વાયરલ થઈ રહેલો મેસેજ કામચલાઉ છે તેવું સાબિત કર્યું છે. ઇફ્કો એ વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે 11.26 લાખ મેટ્રિક ટન ખાતરનો સ્ટોક છે અને ખેડૂતોને તે જૂના ભાવ પ્રમાણે જ આપવામાં આવશે

ખાતરની થેલી માં ભાવ વધારો આ વાત ખોટી છે.

ઇફ્કો એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમને ખાતરના ભાવમાં વધારો કરવા માટે કોઈપણ રાજકીય પક્ષ અથવા સરકાર સાથે જોડાવાની વાત કરતા સમાચાર ઉપર સખત વાંધો છે. ઇફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો થયો છે આ વાત ખોટી છે. કંપની દ્વારા કાચા માલ ની આંતરરાષ્ટ્રીય કિંમતો અને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. ઇફકો નું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા માલની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.

જૂની ખાતરની થેલી જૂના ભાવમાં જ મળશે :

ઇફકો નું એવું કહેવું છે કે નવી થેલીઓ પર કિંમત પ્રિન્ટ કરવી એ જરૂરી છે. અને થેલીઓ પર જે ભાવ વાળા ફોટા વાઇરલ થઈ રહ્યા છે તે કામચલાઉ છે.વધુમાં ઇફકો કંપનીએ જણાવ્યું હતું કે માર્કેટિંગ ટીમને પણ જુના ભાવે ખાતર વેચવા નિર્દેશ કર્યો છે. અમે હંમેશા ખેડૂતોના દ્રષ્ટિકોણ થી જ નિર્ણય લઈએ છીએ.

ઇફકોના મેનેજર ડાયરેક્ટર એ શું કીધું ? 

ઇફકોના સીઈઓ અને મેનેજર ડાયરેક્ટર એ ટ્વીટ કરી ની જણાવ્યું હતું કે 11.26 લાખ મેટ્રિક ટન ખાતરનો થેલીઓ જૂના ભાવમાં જ વેંચાશ. તેને કહ્યું હતું કે 50 કિલોની થેલી એનપિકે (NPK) 1185 અને એનપીએસ (NPS) ની થેલી 925 રૂપિયામાં જ ખેડૂતોને મળશે.

ક્યાંથી આવી ભાવમાં વધારાની વાત.

ઇફકોના માર્કેટિંગ સર્વિસ ડિપાર્ટમેન્ટ એ 7 એપ્રિલ ના રોજ એક નોટિસ બહાર પાડી હતી. જેમાં ડીએપી અને અન્ય ખાતરના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને લખ્યું હતું કે આ ભાવ 1 એપ્રિલથી લાગુ પડશે. જેમાં માર્કેટિંગ ડાયરેક્ટર યોગેન્દ્ર કુમારના હસ્તાક્ષર પણ છે.

આ નવી સાચી માહિતી ગુજરાતનાં દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે તે માટે શેર કરો.