એવું કહેવાય છે કે 'જ્યારે ભગવાન આપે છે ત્યારે તેણે છપ્પર ફાડીને આપે છે. શેરબજારમાં રોકાણ કરનારા કેટલાક રોકાણકારો પર આ કહેવત એકદમ બંધ બેસે છે. શેરબજાર આ વર્ષે નવા રેકોર્ડ બનાવી રહ્યું છે અને રોકાણકારોની તિજોરી છલકાવી રહ્યુ છે. કેટલીક કંપનીઓના શેરમાં એટલું વળતર આવ્યું કે લોકો કરોડપતિ બની ગયા છે.
આ શેરે 1700 ટકા વળતર આપ્યું છે
મિડ-કેપ આઈટી કંપનીના શેરે છેલ્લા દોઢ વર્ષમાં રોકાણકારોને 1500 ટકા સુધીનું વળતર આપ્યું છે. આ કંપનીનું નામ માસ્ટેક લિમિટેડ (Mastek Limited) છે. 27 માર્ચ 2020 ના રોજ શેર રૂ. 172.35 પર બંધ થયો હતો. મંગળવાર, 16 નવેમ્બરે આ શેર રૂ. 2932ના સ્તરે બંધ થયો હતો. આ રીતે, આ શેરે છેલ્લા 19 મહિનામાં લગભગ 1700 ટકા રિટર્ન આપ્યું છે.\
200 ટકાથી વધુનો ઉછાળો
માસ્ટેક લિમિટેડના શેરમાં જાન્યુઆરી 2021 થી અત્યાર સુધીમાં 200 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. આવી સ્થિતિમાં, જો કોઈએ 19 મહિના પહેલા માસ્ટેક લિમિટેડમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેને 580 શેર મળ્યા હોત, આ રોકાણ હવે વધીને 17 લાખ રૂપિયાની નજીક પહોંચી ગયું હોત.
રૂ. 3,666ની ટોચે પહોંચ્યો હતો
જો તમે પણ આ કંપનીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 72.29 કરોડ રૂપિયા રહ્યો છે. તે જ સમયે, આ નફો એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 69.30 કરોડ રૂપિયા હતો. બીજા ક્વાર્ટરના પરિણામો પહેલા, માસ્ટેકનો શેર રૂ. 3,666ની ટોચે પહોંચ્યો હતો. રોકાણકારોની અપેક્ષા મુજબ પરિણામ ન આવ્યા બાદ પાછળથી તેમાં સુધારો જોવા મળ્યો હતો.
(Disclaimer: કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. khissu.com તમને કોઈપણ પ્રકારના રોકાણ માટે સલાહ આપતું નથી.)