khissu

નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પ્રેક્ષકો વિના રમાશે મેચ: સીએમ રૂપાણીએ કોનો આભાર વ્યક્ત કર્યો ?

દેશ ભરમાં કોરોના વાયરસ ના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ આ જ સ્થિતિ સર્જાઈ છે. રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ સહિત જુદા-જુદા સિટીમાં કોરોનાએ વેગ પકડ્યો છે. જેને ધ્યાનમાં લઈને વિવિધ પ્રતિબંધો લગાવવાની શરૂઆત થઈ ચૂકી છે.

બીજી બાજુ અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ માં હજારો લોકોની ભીડ ભેગી કરવામાં આવે છે. જેથી સરકારની આ નીતિથી લોકોમાં ઘણો રોષ હતો. તેથી ગુજરાત ક્રિકેટ એસોસિયેશને નિર્ણય લીધો છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી - 20 સિરીઝની છેલ્લી ત્રણ ટી - 20 છે તે હવે પ્રેક્ષકો વગર જ રમાડવામાં આવશે. અત્યાર સુધીમાં બે ટી - 20 મેેેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ ચૂકી છે. હવે બાકીની ત્રણ મેચ 16, 18 અને 20 તારીખે રમાશે જે પ્રેક્ષકો વગર રમાડવામાં આવશે.

ગુજરાત એસોસિયેશન ને અચાનક જ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટી 20 સિરીઝની અંતિમ ત્રણ મેચ દર્શકો વગર રમાડાશે એવું નક્કી કર્યું છે. ઘણા લોકોએ આ ત્રણેય ટિકિટનું બુકિંગ પણ કરાવી લીધું છે. હવે જે લોકોએ ટિકિટ લઈ લીધી છે એનું શું ? તો તેમને જણાવી દઇએ કે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને જાહેરાત કરી છે કે પ્રેક્ષકોએ જે ટિકિટ લીધી છે તેને પૈસા પરત કરી દેવામાં આવશે.

વિજયભાઈ રૂપાણીએ માન્યો GCA નો આભાર :-

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે "ટી 20 મેચમાં પ્રેક્ષકોને મંજુરી ન આપવા બીસીસીઆઈ (BCCI) અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા લેવાયેલો નિર્ણય એ ખૂબ સમજદારી પૂર્વકનું પગલું છે. આ નિર્ણય લેવા બદલ બીસીસીઆઇ ના સેક્રેટરી જય શાહ અને GCA ના અન્ય હોદ્દેદારો નો આભાર માનું છું."